UAN (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર ) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા સભ્યો EPFOમાં ઉપલબ્ધ PFને લગતી માહિતી એક મિસ્ડ કોલ કરીને મેળવી શકે છે. રજિસ્ટ્રેડ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરવાથી તમને આ ઈન્ફર્મેશન મળી શકે છે.
આ સર્વિસનો લાભ લેવા માટે યૂનિફાઈડ પોર્ટલનું UAN સક્રિય હોવું જરૂરી છે. ઉપર આપવામાં આવેલા નંબર પર મિસ્ડ કોલ કરવાથી બે રિંગ વાગ્યા પછી ફોન જાતે જ કટ થઈ જશે. આ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ છે.
જો સભ્યનું UAN કોઈ પણ એક બેન્ક અકાઉન્ટ આધાર અથવા પાન કાર્ડ સાથે લિંક થયેલું છે તો તેને PPFને લગતી માહિતી પણ મળી શકે છે. આ માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો.
SMSથી મેળવો ડીટેલ્સ:
UAN સક્રિય સભ્ય પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલીને EPFO પાસે ઉપલબ્ધ બચતની જાણકારી મેળવી શકે છે. આ માટે તમારે EPFOHO UAN લખીને 7738299899 પર SMS મોકલવાનો રહેશે.
આ સુવિધા 10 ભાષાઓ અંગ્રેજી હિન્દી પંજાબી ગુજરાતી મરાઠી કન્ન્ડ તેલુગુ તમિલ મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. અંગ્રેજી સિવાય કોઈ પણ અન્ય ભાષામાં SMS મેળવવો હોય તો તે ભાષાના પહેલા 3 શબ્દો UAN પછી લખવાના રહેશે.