આ કારણથી શિખ ધર્મમાં નામની પાછળ 'સિંહ' અને 'કૌર' લગાવાય છે

By : krupamehta 03:27 PM, 12 April 2018 | Updated : 03:27 PM, 12 April 2018
ભારતને એક જાતિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશમાં ઘણા ધર્મ અને જાતિઓ છે. અલગ અલગ ધર્મોના કારણે અલગ અળગ સરનેમ હોય છે. કેટલીક વખત જોવા મળ્યું છે કે એક ધર્મના લોકોમાં પણ અલગ અલગ સરનેમ હોય છે. પરંતુ શિખ ધર્મ એવો છો જેમાં તમને આ બધું જોવા મળશે નહીં. શિખ ધર્મમાં લોકોને એક કરવા માટે પુરુષોના નામ બાદ સિંહ અને મહિલાઓના નામ પછી કૌર લગાવી દેવામાં આવે છે. એમને આ નિર્ણય એક્તાના ઉદ્દેશથી લીધો હતો. ગુરુ ગોવિંદનું કહેવું હતું કે  નારીને કેમ ખરાબ કહેવામાં આવે જેને એખ રાજાને જન્મ આપ્યો હોય. 

શિખ ધર્મમાં  એની શરૂઆત વર્ષ 1699માં થઇ. જ્યારે દેશમાં જાતિ પ્રથા ચાલી રહી હતી. એ દરમિયાન વર્ષ 1699માં શિખ ધર્મના દસમાં ગુરુ 'ગુરુ ગોવિંદ સિંહ જી' એ વૈશાખીનો તહેવાર ઊજવ્યો. એ દરમિયાન એમને પોતાના ખાસ શિષ્યોને ખાવાનું ખવડાવ્યું. જમવાનું જમાડ્યા બાદ ગુરુ ગોવિંદ સિંહ જીએ પોતાના શિષ્યોના હાથથી પિયા અને ગુરુ ચેલાની મિસાલ આપી. આવું કરીને ગુરુ ગોવિંદ સિંહ જી એ જણાવ્યું હતું કે જરૂર પડે તો ગુરુ પણ ચેલા બની જાય છે.

ગુરુ ગોવિંદ જી એ શિખ ભાઇઓ માટે 'સિંહ' શબ્દનો ઉપયોગ કર્યો તો મહિલા ઓ માટે 'કૌર' શબ્દ. જણાવી દઇએ કે સિંહનો અર્થ થાય છે શેર, જે કોઇનાથી ડરતો નથી અને સત્યના રસ્તા પર ચાલે છે. સિંહને કોઇનો ડર હોતો નથી માત્ર ભગવાનથી ડરે છે. ગુરુ ગોવિંદ સિંહનું કૌરથી તાત્પર્ય રાજકુમારી સાથે હતો. એમને પુરુષ અને મહિલાની વચ્ચેનું અંતર ખતમ કરવા માટે મહિલાઓને કૌર કહીને બોલાવ્યા. એ ઇચ્છતા હતા કે મહિલાઓને પુરુષો જેટલું સમ્માન મળે. Recent Story

Popular Story