બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Know Why Exit Polls Could Be Wrong

ચૂંટણી / ખોટા પણ સાબિત થઇ શકે છે ચૂંટણીના એક્ઝિટ પોલ, જાણો કેમ

vtvAdmin

Last Updated: 08:25 PM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના એક્ઝિટ પોલ NDA સરકારને બહુમતી આપે છે. ત્યારે એ વાત જાણવી પણ જરૂરી છે કે 2004માં તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતાં.  તમામ એક્ઝિટ પોલ વાજયેયીની સરકાર બનશે તેવી વાત કરતાં હતાં પણ સરકાર યુપીએની રચાઈ હતી. એક્ઝિટ પોલની વિશ્વવસનિયતા કેટલી ? શું ખરેખર રચાય છે એક્ઝિટ પોલ મુજબ સરકાર.?

લોકસભાની ચૂંટણીનુ પરિણામ જે આવે તે પણ એક્ઝિટ પોલમાં NDAનો ઘોડો વીનમાં જોવા મળી રહ્યો છે અને ફરી સરકાર રચી રહી છે. ભલે એક્ઝિટ પોલ ભાજપ અને એનડીએને સિંહાસન પર બેસાડતા હોય પરંતુ એક્ઝિટ પોલનો ઈતિહાસ હંમેશા રસપ્રદ રહ્યો છે. એવું ઘણી વખત બન્યું છે કે એક્ઝિટ પોલની સામે પરિણામ કંઈક જુદું જ આવ્યું હોય અને આ વાતમાં હાલ વિપક્ષને ઘણી શ્રદ્ધા છે.

એક્ઝિટ પોલ દર વખતે સાચા જ પડે તેવું નથી. 2004માં વાજપેયી સરકાર પાછી આવશે તેવું નક્કી મનાતું હતું. તમામ એક્ઝિટ પોલે પણ વાજયેયીની NDA સરકાર પર પોતાની મહોર મારી દીધી હતી. પરંતુ જીત યુપીએની થઈ ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા. 

હવે એક્ઝિટ પોલ સર્વે આખરે હોય છે શું છે.
એક્ઝિટ પોલમાં ખૂબ ઓછા વોટરોનો મત લેવાય છે. જેને સંપૂર્ણ જનતાનું પ્રતિનિધત્વ ન કહી શકાય. તેથી પરિણામ પર મોટી અસર થઈ શકે છે. એક્ઝિટ પોલને પાર્ટીઓના વોટિંગ પર્સન્ટેજ જાણવા માટે ડિઝાઈન કરાય છે. 

એક્ઝિટ પોલમાં સીટ શેરિંગની વાત નથી હોતી. હકીકતમાં એક્ઝિટ પોલમાં વોટ શેર કેટલો સીટ શેરમાં કન્વર્ટ થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે.આમ, એક્ઝિટ પોલ ઘણી વખત ઊંધા માથે પટકાયા છે. તેની સત્યતાના ખરા પારખા પરિણામના દિવસે જ થઈ શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ