બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / know what happens when you smoke too much

OMG / અરે બાપરે! દિવસની 15 સિગારેટ પીતી મહિલાનું સડી ગયું આ અંગ, જોઈને આજે જ વ્યસન છોડી દેશો

Khevna

Last Updated: 05:44 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાની આંગળીઓ સ્મોકિંગ કરવાને કારણે ગળવા લાગી અને હવે તે રોજબરોજનાં સામાન્ય કામ પણ કરી શકતી નથી. જાણો ક્યાંની છે આ ઘટના

  • સ્મોકિંગને કારણે ગળવા લાગી આંગળીઓ 
  • 13 વર્ષની ઉંમરથી જ કરતી હતી સ્મોકિંગ 
  • સામાન્ય કામો નથી કરી શકતી મેલિંડા 

સ્મોકિંગને કારણે ગળવા લાગી આંગળીઓ 

સિગારેટ પીવાને કારણે એક મહિલાની આંગળીઓ સડી ગઈ છે. ખાસ વાત એ છે કે તેનો કોઈ ઈલાજ નથી. પહેલા તો મહિલાની આંગળીઓનો રંગ પર્પલથી કાળો થયો અને પછી આંગળીઓ ગળવા લાગી. 

આ 48 વર્ષની મહિલાનું નામ મેલિંડા જાનસેન વેં વુરેન છે. તે સાઉથ આફ્રીકાની રહેવાસી છે. મહિલાએ કહ્યું કે વર્ષ 2021નાં ઓક્ટોબરથી તેમના હાથોમાં બદલાવ આવવા લાગ્યા હતા. પહેલા તો તેના હાથોને તાપમાનનાં ફેરફારો સહન કરવામાં તકલીફ થવા લાગી અને તે નરમ પડવા લાગ્યા. 

જ્યારે મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ, ત્યારે ડોકટરે તપાસ કરી અને સામે આવ્યું કે તેમની આંગળીઓમાં બદલાવ સ્મોકિંગને કારણે જોવા મળી રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ બિમારી ખૂબ જ દુર્લભ છે. જેમાં નાના અને મધ્યમ બ્લડ વેસલ્સમાં લોહીના કલોટ બનવા લાગે છે અને તે સોજી જાય છે. 

13 વર્ષની ઉંમરથી જ કરતી હતી સ્મોકિંગ 
મેલિંડાને જ્યારે જાણ થઇ કે આ બધું સ્મોકિંગને કારણે થઇ રહ્યું છે, તો તેણે સ્મોકિંગ છોડી દીધું. તે જણાવે છે કે તે 13 વર્ષની ઉંમરથી જ સ્મોકિંગ કરી રહી હતી. તે દિવસમાં 15 સિગારેટ પીતી હતી. 

સ્મોકિંગ છોડ્યા બાદ પણ તેની આંગળીઓ ગળતી જઈ રહી છે. તેના જમણા હાથની ત્રણ આંગળીઓનાં ઉપરના હિસ્સા અને ડાબા હાથની એક આંગળી ગળી ગઈ છે. 

સામાન્ય કામો નથી કરી શકતી મેલિંડા 
મેલિંડાએ કહ્યું કે તે પોતાના હાથનો ઉપયોગ નથી કરી શકતી. તે ખાવાનું પણ નથી બનાવી શકતી. સાફ-સફાઈ, વાળ ઓળવા, નહાવું- આમાંથી કોઈપણ કામ તે નથી કરી શકતી. તેને દુખાવાથી રાહત નથી મળી રહી. 

મેલિંડા કહે છે કે હું પર્સનલ અસિસ્ટંટ અને એક ક્વોલિફાઇડ નેલ ટેકનીશીયન છુ. હું મારા હાથો માટે ઓળખાતી હતી પરંતુ હવે હું તે નથી કરી શકતી. હું ગયા ઓક્ટોબરથી લખી પણ શકતી નથી. 

ડોકટરોએ કહ્યું કે તેઓ મહિલાની રાહત માટે કંઈપણ કરી શકે તેમ નથી. એટલે તેમણે એક એક કરીને તેમની આંગળીઓનાં પડવાની રાહ જોવી પડી રહી છે. મેલિંડાએ આગળ કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું, આનો કોઈ ઈલાજ નથી. 

ડોકટરોએ આંગળીઓનાં પોતે જ ગળી જવાના રસ્તાને અપનાવ્યો છે. મેલિંડાએ કહ્યું કે આ મારા જીવનની સૌથી ચેલેન્જીંગ પરિસ્થિતિ છે. આ બીમારી સાથે મુકાબલો કરતા અહી સુધી પહોંચવામાં મેં અશ્રુઓ અને હિંમતથી કામ લીધું છે. 

મેલિંડા હવે લોકોને સિગારેટ ન પીવાની સલાહ આપી રહી છે. એટલે કોઈ બીજા સાથે આવું ન થાય. તે કહે છે કે સિગારેટ છોડવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ