દિવાળી 2019 / કાળી ચૌદશના દિવસે કરી લો આ રીતે મંત્રનો જાપ, મળશે તમામ પાપમાંથી મુક્તિ

Know the tradition on KaliChudash In Diwali 2019 Festival, Do this thing for Blessings of God

દિવાળીના મહાપર્વનો આજે બીજો દિવસ કાળી ચૌદશ છે. આ દિવસ નરક ચૌદશ તરીકે પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે, આ દિવસે પરોઢિયે તેલ લગાવીને ખીજડાનાં પાનને પાણીમાં નાંખીને સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. વિધિ વિધાનથી પૂજા કરવાવાળી વ્યક્તિ તમામ પાપોમાંથી મુકત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આજના દિવસે શ્રદ્ધાળુઓ શક્તિપીઠ ઉપરાંત વિવિધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ઊમટી પડે છે. જયારે હનુમાનજીનાં મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સંધ્યાકાળે લોકો દીપદાન પણ કરે છે. જ્યારે અઘોરી અને તાંત્રિકો રાત્રીના સમયે સાધના કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ