તમારા કામનું /
સરકારે ડ્રાઇવિંગ લાયસન્સમાં પ્રજાને આપી જોરદાર સગવડ, પહેલી જુલાઇથી આ નવો નિયમ થશે લાગુ
Team VTV12:04 PM, 13 May 22
| Updated: 12:05 PM, 13 May 22
સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 જુલાઈથી લાગુ થશે. જાણો આ વિષે વિગતવાર
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં થશે ફેરફાર
નવા નિયમો 1 જુલાઈ 2022થી લાગૂ થશે
ડ્રાઈવિંગ લાયસન્સ માટે કરવાનો રહેશે કોર્સ
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં થશે ફેરફાર
જો તમે જલ્દી જ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા જઈ રહ્યા છો અથવા તેને રીન્યૂ કરવાની તૈયારીમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં બદલાવો કર્યા છે. આ બદલાવો બાદ નવા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા અને રીન્યૂ કરાવવા તમારા માટે સરળ બની જશે. આ સાથે જ હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સનાં કામ મારે વારંવાર RTO ઓફિસનાં ધક્કા નહીં ખાવા પડે.
નવા નિયમો 1 જુલાઈ 2022થી લાગૂ થશે
પહેલા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે લોકોએ ટેસ્ટ આપવી પડતી હતી. પરંતુ, હવે નિયમોમાં બદલાવ બાદ તમારે કોઈપણ પ્રકારની ટેસ્ટ નહીં આપવી પડે. લોકોની સુવિધા માટે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોને કારણે હવે લોકોએ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. થોડા દિવસોમાં જ તમારું લાયસન્સ બની જશે.
માત્ર એક સર્ટીફિકેટનાં માધ્યમથી બની જશે લાયસન્સ
જો તમે નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માંગો છો, તો RTOનાં ધક્કા લગાવવાની જરૂર નહીં પડે. હવે તમે જો ડ્રાઈવિંગ શીખવા માટે કોઈ ડ્રાઈવિંગ સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવો છો, તો ત્યાં ટ્રેનીંગ લીધા બાદ સરળતાથી એક ટેસ્ટ આપીને એક ડ્રાઈવિંગ સર્ટીફિકેટ બનાવી લો. ત્યાર બાદ આ સર્ટીફિકેટનાં માધ્યમથી વહેલી તકે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે.
ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોર્સ
ડીએલ બનાવવા માટે એક કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં થિયરી અને પ્રેક્ટીકલ બંને સામેલ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં લાઈટ મોટર વેહીકલ્સનો કોર્સ 4 અઠવાડિયા અને કુલ 29 કલાકનો હશે. જ્યારે પ્રેક્ટીકલ કોર્સમાં તમને ગાડી રીવર્સિંગ, પાર્કિંગ, ડ્રાઈવિંગ વગેરે માટે પુરતો સમય મળશે, આ 21 કલાક રહેશે. સાથે જ 8 કલાકની થિયરીની જાણકારી પણ પ્રાપ્ત થશે.