કિમ જોંગ ઉન અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફરી મુલાકાતના એંધાણ, જલ્દી મળશે બન્ને નેતા

By : hiren joshi 07:23 PM, 11 September 2018 | Updated : 07:25 PM, 11 September 2018
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ અને નોર્થ કોરિયાના સર્વોત્તમ નેતા કિમ ઉંગ વચ્ચે ફરી એક વાર મુલાકાતના એંધાણ નજરે પડ્યા છે. બંને નેતાઓ વચ્ચે હાલમાં જ એક પત્રવ્યવહાર થયો છે. તો વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેંડર્સને પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ખૂબ જ જલ્દી બંને દેશના નેતાઓ વચ્ચે મુલાકાત થશે.

આ સિવાય કિમ જોંગ ઉને અમેરિકાને માહિતી આપી કે, ઉત્તર કોરિયા પોતાના પ્રાયદ્વીપને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયાની સ્થાપનાના 70માં વર્ષગાંઠ દરમિયાન સરકાર દ્વારા આયોજિત સૈન્ય પરેડમાં પરમાણુ શસ્ત્રોની ગેરહાજરીના વખાણ કર્યા હતા.

ટ્રંપે ટ્વીટ કર્યુ હતું કે, ઉત્તર કોરિયાએ દેશની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર પરેડનું આયોજન કર્યું અને તેમાં પરમાણુ મિસાઈલને પ્રદર્શન કર્યા નહીં. જે ખૂબ ખુશીની વાત છે. ઉલ્લેખનીય છે કે, ગત 12મી જુને ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપોરમાં ઐતિહાસિક મુલાકાત થઈ હતી. જ્યાં બંને નેતાઓનું હકારાત્મક વલણ સામે આવ્યું હતું.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  
Chat conversation end Type a message...Recent Story

Popular Story