ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / keshav maharaj is south africa captain today in one day match against india

ક્રિકેટ / હનુમાન દાદાનો મોટો ભક્ત છે સાઉથ આફ્રિકાનો આ સ્ટાર ખેલાડી, ટીમ ઈન્ડિયા સામે કરી કેપ્ટનશીપ

Published By: Jaydeep Shah

Last Updated: 05:48 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળના સાઉથ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજ ટેમ્બા બાવુમા અસ્વસ્થ હોવાને કારણે આજે વન ડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન છે. મહારાજ હનુમાનજીનાં ભક્ત પણ છે.

ADVERTISEMENT

  • ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ 
  • કેશવ મહારાજ છે આજે સાઉથ આફ્રિકાના કેપ્ટન 
  • સાઉથ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજા છે હનુમાનજીનાં ભક્ત 

 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝનો બીજો મુકાબલો રાંચીમાં આયોજિત થયો છે. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ખાસ વાત એ છે કે આ મુકાબલામાં સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજ કેપ્ટન રહ્યા છે. ટેમ્બા બાવુમા અસ્વસ્થ હોવાને કારણે આ મુકાબલાનો હિસ્સો ન બન્યા. 

પહેલા પણ રહી ચુક્યા છે કેપ્ટન 
કેશવ મહારાજ અગાઉ પણ વન-ડે ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ મેચ પહેલા કેશવ મહારાજે છ વનડેમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન આફ્રિકાની ટીમને બે મેચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બે મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

કેશવ મહારાજનો ભારત સાથે ખાસ સંબંધ છે. કેશવ મહારાજના પૂર્વજ ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશનાં સુલતાનપુરથી નાતો ધરાવે છે. કેશવ મહારાજનાં પિતા આત્માનંદ મહારાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજ 1874 ની આસપાસ સુલતાનપુરથી ડરબન આવીને વસ્યા હતા. તે જમાનામાં ભારતીય લોકો કામની તલાશમાં સાઉથ આફ્રિકા જેવાં દેશોમાં જઈને વસતા હતા. 

હનુમાનજીના ભક્ત છે કેશવ મહારાજ 
કેશવ મહારાજ હિન્દુ દેવતાઓની પૂજા કરે છે. ખાસ કરીને તેઓ હનુમાનજીના મોટા ભક્ત છે. કેશવ મહારાજ ગયા મહિને પ્રથમ T20 મેચ રમવા માટે તિરુવનંતપુરમ ગયા હતા ત્યારે તેમણે ત્યાં પદ્મનાભ સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા હતા. કેશવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લગતો એક ફોટો શેર કર્યો છે. શેર કરેલા ફોટામાં કેશવ મહારાજ પરંપરાગત ભારતીય પોશાક (ધોતી)માં જોવા મળે છે. એટલું જ નહીં કેશવ મહારાજે લોકોને નવરાત્રીની શુભકામનાઓ પણ પાઠવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket keshav maharaj કેશવ મહારાજ ક્રિકેટ Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ