બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / Karnataka Lockdown Will Tighten Covid Curbs Soon Says CM Bommai amid Rampant Political Rallies

નિર્દેશ / ભાજપની રેલીઓમાં કોરોના નિયમોનાં ધજાગરા, ભાજપનાં જ મુખ્યમંત્રીએ જુઓ શું કડક સંકેત આપ્યા

Parth

Last Updated: 09:24 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કર્ણાટકનાં મુખ્યમંત્રીએ મોટા આદેશ આપ્યા છે.

  • દક્ષિણનાં રાજ્યોમાં કોરોના વાયરસની કહેર 
  • ભાજપની જનઆશીર્વાદ યાત્રા આવી વિવાદમાં 
  • કર્ણાટકમાં મુખ્યમંત્રીએ કડકાઇ કરવાના આપ્યા આદેશ 

કર્ણાટકમાં કોરોના વાયરસની કોહરામ 
ભારતમાં કોરોના વાયરસને લઈને દિવસેને દિવસે ફરીથી ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દક્ષિણનાં રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં ઘટાડો આવી નથી રહ્યો ત્યારે કર્ણાટકનાં મુખ્યમંત્રી બોમ્મઇએ રાજ્યમાં કડકાઇ વધારવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ શનિવારે રાજ્યભરમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં મોટા પાયે થઈ રહેલા કાર્યક્રમો અને રેલીઓને તાત્કાલિક રોકી દેવાના આદેશ આપ્યા. 

મુખ્યમંત્રીએ મોટા પાયે થઈ રહેલ રેલીઓ પર આપ્યો જવાબ 
કર્ણાટકમાં રાજકીય પાર્ટીઓ દ્વારા થઈ રહેલા મોટા મોટા આયોજનને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે અમે દરેક વસ્તુને પ્રાથમિકતા આપી રહ્યા છે. ફરી એક વાર આવા કાર્યક્રમોને લઈને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે અને તેને ગંભીરતાથી લેવામાં આવશે. 

ભાજપ જ કરી રહી છે મોટી મોટી યાત્રાઓ 
નોંધનીય છે કે ભાજપ દ્વારા આખા દેશમાં મોટા પાયે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા ગુજરાતનાં પણ કેટલાક જિલ્લાઓમાં આ યાત્રા કરવામાં આવી હતી. ભાજપની રેલીઓમાં કર્ણાટકમાં કોરોના વાયરસનાં નિયમોનાં ખૂલેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે જે બાદ વિપક્ષ દ્વારા તેની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર શાળાઓને લઈને મોટી જાહેરાત કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે ધોરણ એકથી પાંચથી શાળાઓને ફરીથી ખોલવા માટે અત્યારે કોઈ જ વિચાર ચાલી રહ્યો નથી.

ભારતમાં વધી રહ્યા છે કોરોના વાયરસનાં કેસ 
નોંધનીય છે કે ભારતમાં આજે કોરોના વાયરસનાં નવા 42,618 કેસ સામે આવ્યા છે જ્યારે 330 દર્દીઓએ એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસની સંખ્યામાં વધારો થવાના કારણે ફરીથી રિકવરી રેટમાં ઘટાડો સામે આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ