બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Karnataka Election 2023 Opinion Poll survey Karnataka Assembly Elections 2023 Karnataka Election 2023 Schedule BJP congress

પોલ ઑફ પોલ્સ / ભાજપ માટે ચિંતાજનક સમાચાર: એકેય સર્વે બહુમત મળવાના એંધાણ નહીં, કોંગ્રેસને જુઓ કેટલી બેઠકોનું અનુમાન

Pravin Joshi

Last Updated: 11:23 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા બુધવારે કરવામાં આવી હતી. હવે 10 મેના રોજ રાજ્યની 224 બેઠકો પર મતદાન થશે અને તેનું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે.

  • કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન, 14 મેના રોજ પરિણામ 
  • ચૂંટણી પહેલા કર્ણાટકને લઈને ઘણા ઓપિનિયન પોલ બહાર પાડ્યા
  • ઓપિનિયન પોલમાં ભાજપને ઝટકો, કોંગ્રેસની સરકાર 

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. અહીં 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, ત્યારબાદ 14 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. ચૂંટણી પહેલા કર્ણાટકને લઈને ઘણા ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં 4 પોલ અહીની ચૂંટણીમાં પાર્ટીઓના સંભવિત પ્રદર્શનને લઈને આવ્યા છે.કર્ણાટકમાં હજુ પણ ભાજપ સત્તા પર છે, પરંતુ ચારેય પોલ પર નજર કરીએ તો કોઈપણ સર્વે મુજબ ભાજપની સરકાર દેખાતી નથી. 

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા બુધવારે કરવામાં આવી હતી. હવે 10 મેના રોજ રાજ્યની 224 બેઠકો પર મતદાન થશે અને તેનું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. ABP-CVoter એ રાજ્યમાં સરકાર કોણ બનાવશે તેની આગાહી કરવા માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસની સરકાર રચાતી જોવા મળી રહી છે અને ભાજપ સત્તાથી બહાર જણાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસની આમાં શું સ્થિતિ છે તે જાણવું જરૂરી બની જાય છે. અહીં આપણે કોંગ્રેસની સીટો વિશે જાણીશું, કયા ઓપિનિયન પોલમાં પાર્ટી આગળ છે અને કઈ પાર્ટી પાછળ છે. 

ABP-CVoterના ઓપિનિયન પોલમાં કોંગ્રેસની બલ્લે બલ્લે

સૌથી પહેલા વાત કરીએ ABP-CVoter ના ઓપિનિયન પોલની. આમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ સર્વેમાં કોંગ્રેસને 115થી 127 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સાથે જ ભાજપને મોટો ફટકો પડી શકે છે, કારણ કે આ વખતે સત્તા તેના હાથમાંથી જતી દેખાઈ રહી છે. સર્વે મુજબ ભાજપ 68 થી 80 સીટો સુધી સીમિત રહી શકે છે.

Matrize ના ઓપિનિયન પોલમાં ભાજપની સરકાર

બીજા ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 88 થી 98 સીટો અને ભાજપને 96 થી 106 સીટો મળવાની ધારણા છે. આ સર્વેમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

લોક પોલમાં કોંગ્રેસની સરકાર

જો ત્રીજા લોકપોલના અભિપ્રાય પર વિશ્વાસ કરવામાં આવે તો તેમાં પણ કોંગ્રેસ સરકાર બનાવતી દેખાઈ રહી છે, કારણ કે આ સર્વેમાં કોંગ્રેસને 116થી 123 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ ભાજપને 77થી 83 બેઠકો મળતી જોવા મળી રહી છે.

પોપ્યુલર પોલ્સમાં ભાજપ કોંગ્રેસ 50-50

હવે વાત કરીએ ચોથા ઓપિનિયન પોલ પોપ્યુલર પોલની. આ ઓપિનિયન પોલમાં કેસ 50-50 દર્શાવવામાં આવ્યો છે. મતલબ કોંગ્રેસને 82 થી 87 સીટો અને બીજેપીને પણ 82 થી 87 સીટો મળતી દર્શાવવામાં આવી છે. હવે, પોલ ઓફ પોલના એકંદર પરિણામ દર્શાવે છે કે બે ઓપિનિયન પોલમાં કોંગ્રેસ સરકાર બનાવતી દેખાઈ રહી છે, જ્યારે બે ઓપિનિયન પોલમાં કોંગ્રેસ જંગ લડતી જોવા મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ