રણવીર-દીપિકાના લગ્ન પર કરણ જોહરે લગાવી મહોર, આપી આ હિન્ટ

By : krupamehta 10:57 AM, 12 September 2018 | Updated : 10:57 AM, 12 September 2018
મુંબઇ: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર લાંબા સમયથી ચર્ચામાં છે. બંને એક્ટર્સે હજુ સુધી એની પર કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ કરણ જોહરે રેડિયો શો 'કોલિંગ કરણ'માં રણવીર દીપિકાના લગ્નના સમાચાર પર મહોર લગાવી દીધી છે. 

વાસ્તવમાં એક ચાહકે કરણને પ્રશ્ન પૂછ્યો કે રમવીર અને દીપિકા લગ્ન કરવા જઇ રહ્યા છે હા કે ના? એના જવાબમાં કરણ જોહરે કહ્યું  'હું આ વાતની ના પાડી રહ્યો નથી.' ડાયરેક્ટરનો આ જવાબ ઘણી હિન્ટ આપી રહ્યો છે. રણવીર દીપિકાના નવેમ્બરમાં લગ્ન થાય એવી ચર્ચા છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

. Throwback 💕 . #deepveer #ranveersingh #deepikapadukone

A post shared by DeepVeer ♡ (@teamdeepveer) on


તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન દીપિકાને લગ્ન પર પ્રશ્ન કરવામાં આવ્યો તો એને કંઇ પણ કહેવા માટે ના પાડી દીધી હતી. 

મળતી માહિતી અનુસાર રણવીર સિંહ મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ લેન્ડ્સ એન્ડમાં શિફ્ટ થઇ ગયો છે. એનું કારણ એ છે કે મુંબઇ સ્થિત એના ઘરનું રિનોવેશન થવા જઇ રહ્યું છે. એટલા માટે એને એનું ઘર થોડા સમય માટે છોડવું પડે એવું છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story