બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut blamed congress and british and clarified in instagram post over statement of bhikh me azadi

ખુલાસો / આ માટે કોંગ્રેસ અને અંગ્રેજો જવાબદાર... કંગનાએ ફરી લાંબી પોસ્ટ લખીને વિવાદમાં ઘી નાખ્યું

Mayur

Last Updated: 12:49 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશને આઝાદી ભીખમાં મળી એવું નિવેદન આપ્યા બાદ કંગના રાણાવત લોકોના રોશનો સામનો કરી રહી છે. હવે તેણે ફરી એક લાંબી પોસ્ટ મૂકીને ખુલાસા કર્યા હતા.

  • કંગના રાણાવતે ફરી લખી લાંબી પોસ્ટ 
  • હવે કરી રહી છે ખુલાસા 
  • કોંગ્રેસ અને અંગ્રેજોને ઠેરવ્યા  જવાબદાર 

 

કંગના રાણાવત પોતાના નિવેદનને લઈને લોકોની પ્રતિક્રિયા અને રોષનો સામનો કરી રહી છે. તેને દેશને મળેલી આઝાદીને ભીખ કહી છે. શનિવારે તેણે એક પોસ્ટ પણ મૂકી હતી. અને તેણે કહ્યું હતું કે જો કોઈ તેને ખોટી સાબિત કરી બતાવે તો તે પોતાનો પદ્મ શ્રી પરત આપી દઇશ. હવે કંગનાએ ફરીથી એક લાંબી પોસ્ટ લખી છે જેમાં તેણે એક આર્ટીકલના હવાલે કહ્યું હતું કે જો તમે આ સમજી લેશો તો તેણે જે કહ્યું હતું તે પણ સમજાઈ જશે. 


ફરી લખી લાંબી પોસ્ટ 
કંગનાએ કહ્યું હતું કે 2015માં બીબીસી દ્વારા એક આર્ટીકલ પ્રકાશીત થયો હતો. જેમાં તર્કોનો જવાબ મળી જાય છે. તેણે લખ્યું હતું કે આપણા રાષ્ટ્રના નિર્માણ કરનાર લોકોએ ભારતમાં થયેલ અસંખ્ય અપરાધ, આપના દેશના ધનને ઘરભેગતું કરવાના અને સ્વતંત્રતા સેનાનીઓને બેરહેમીથી મારવાના કે દેશના બે ભાગલા પાડવાના અપરાધો માટે અંગ્રેજોને જવાબદાર ઠેરવ્યા નહોતાં. 

હવે કરી રહી છે ખુલાસા 
બીજા વિશ્વ યુદ્ધ બાદ અંગ્રેજોએ પોતાની સુવિધા અનુસાર ભારત છોડી દીધું. વિન્સ્ટન્ટ ચર્ચિલને યુદ્ધના હિરોના રૂપમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા. શું તેઓને અપરાધો માટે આઝાદ ભારતની કોર્ટમાં ઊભા રાખવામાં આવ્યા હતા? સાઇરિલ રડકલીફ એક અંગ્રેજ વ્યક્તિ જે ભારત ક્યારેય આવ્યો જ નથી તેણે બે ભાગમાં આ દેશને વહેંચી નાખ્યો તેને માત્ર પાંચ સપ્તાહ માટે ભારત બોલાવવામાં આવ્યો અને આટલું મોટું કામ સોંપી દેવામાં આવ્યું. 

કોંગ્રેસ અને અંગ્રેજ જવાબદાર 
અંગ્રેજો દ્વારા વિભાજનની જે શરતો રાખવામાં આવી હતી તે કમિટીમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સભ્યો પણ હતા. વિભાજન સમયે 10 લાખ લોકોને મારી નાખવામાં આવ્યા. શું એ મરનાર લોકોને આઝાદી મળી?
શું અંગ્રેજો કે કોંગ્રેસ એ નરસંહાર માટે જવાબદાર નથી? જેમણે વિભાજનનો નકશો તૈયાર કર્યો હતો? આવું તેમની આ પોસ્ટમાં લખેલુ છે. 

સ્વતંત્રતા સેનાનીઓએ લખી આ વાત 
કંગનાએ આગળ એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે જે બ્રિટિશ શાસનને મોકલવામાં આવી હતી. તેમ લખેલું હતું કે ભારતની સ્વતંત્રતા માટે જીવ આપી દેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ખબર જ નહીં હોય કે બ્રિટીશર્સ આપણા રાષ્ટ્રના બે ભાગ પાડી દેશે. જેના પરિણામ સ્વરૂપ 10 લાખ લોકોનો નરસંહાર થશે. 

અંગ્રેજોને જવાબદાર ઠેરવવા જોઈએ 

છેલ્લે તેણે લખ્યું હતું કે ''હું આ કહીને પોતાની વાત સમાપ્ત કરવા માગું છું કે જો આપણે ભારતમાં અસંખ્ય અપરાધ માટે અંગ્રેજોને જવાબદાર ન ઠેરવતા હોઈએ તો આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરીએ છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Kangana Ranaut bhikh me azadi kangana instagram post kangana ranaut controversy Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ