બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kamana village of Mehsana a young man developed stomach tumor due to dog saliva

ચેતજો.! / શ્વાન પાળનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, મહેસાણામાં યુવકને પેટમાં ગાંઠ થઈ ગઈ, ગંભીર હાલતમાં 3 કલાક ચાલ્યું ઓપરેશન, જુઓ શું બન્યું

Kishor

Last Updated: 04:22 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના કમાણા ગામે શ્વાનની લાળને લીધે યુવકને લીવરમાં ગાંઠ થઈ જતાં સ્થિતિ ગંભીર બની હતી. બાદમાં ત્રણ કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશનમાં તબીબને સફળતા સાંપડી હતી.

  • શ્વાન પાળતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો 
  • મહેસાણાના કમાણા ગામે યુવાનને શ્વાન પાળવું ભારે પડ્યુ
  • કૂતરાની લાળના કારણે યુવકના પેટમાં ગાંઠ થઈ

મહેસાણાના કમાણા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય યુવાનને શ્વાન પાળવાનો શોખ હતો પરંતુ આ શોખ તેને ખૂબ મોંઘો પાડ્યો છે. જેમાં શ્વાનની લાળને કારણે યુવાનને લીવરમાં ગાંઠ થઇ ગઈ હતી. જેને લઈને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.

ઘરે કાળો કૂતરો પાળવો માનવામાં આવે છે શુભ, આ દેવી-દેવતાઓ થશે પ્રસન્ન,  ગ્રહ-દોષ થશે દૂર | Keeping a black dog at home is considered to be  auspicious these gods and goddesses will


ત્રણ કલાકની જહેમત બાદ તબીબ ટીમને સફળતા
કમાણા ગામના ચાવડા અશોકભાઈએ પાલતુ શ્વાન પાળ્યો હતો. તેઓ શ્વાનને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને માવજત કરતા હતા આ દરમિયાન અશોકભાઈની એકાએક તબિયત બગડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. પેટમાં સતત દુખાવો, ઉલ્ટી, ઉબકાની ફરિયાદ સાથે વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા ડૉ.કે.જી.પટેલ, સર્જન ડૉ.કે.કે.પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.હર્ષદ પરમાર, ડૉ.મિત ત્રિવેદી સહિતની તબીબોની ટીમના માર્ગદર્શન મુજબ રિપોર્ટ અને સીટી સ્કેન કરાવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે શ્વાનની લાળ લારવાને લીધે હાઈટેડિટ સિસ્ટની ગંભીર બીમારી થઈ છે. શ્વાનની લારવા પેટથી લિવર સુધી પહોંચી ગઈ ગયા બાદ આ સમસ્યાનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું હતું.


તબીબોએ જણાવ્યું કે...
બાદમાં સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને તબીબ ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરી ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ મામલે તબીબોનું માનવું છે કે ઘરમાં કોઈપણ પશુ હોય તો તેના સંપર્કમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોઈ નાખવા જોય ઉપરાંત અન્ય ચોકસાઈ પણ રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ