છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેતપુરનાં જૂની સાંકળી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ત્યારે યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
જેતપુરના જૂની સાંકળી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત
મજૂરીકામ કરી ઘરે પરત ફરી સ્નાન કરવા જતા સમયે આવ્યો એટેક
જેતપુરનાં જૂની સાંકી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ત્યારે સિંઘલ હાર્દિક અતુલભાઈનામનાં 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. મજૂરીકામ કરીને ઘરે આવ્યા બાદ સ્નાન કરવા સમયે એટેક આવતા યુવક ઢળી પડ્યો હતો. ત્યારે યુવકનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. યુવકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. 28 મે નાં રોજ 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકને કારણે 28 મે નાં રોજ બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જેમાં પ્રથમ ઘટનામાં CAનું અભ્યાસ કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી. અભ્યાસ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે મૃતક યુવક ધેવત પંડ્યા CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
28 મે નાં દિવસે રાજકોટમાં હાર્ટ એટેકથી 2 નાં મોત થયા હતા
બીજી ઘટનામાં 47 વર્ષીય રમેશભાઈનું હોર્ટ એટેકથી મોત
રાજકોટમાં 28 મે નાં દિવસે બીજી હાર્ટ એટેકની ઘટના સામે આવી હતી. જેમાં 47 વર્ષીય રમેશભાઈ મેણંદભાઈ હુંબલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ચારધામની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા મૃતક ગયા હતા.
ડોક્ટરનું માનવુ છે કે, યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...
સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.
જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.