બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / JJP MLA was slapped by a woman in public, see Video

હરિયાણા / 'અબ યહાં ક્યોં આયે હો?' બોલતાની સાથે જ JJP ધારાસભ્યને મહિલાએ જાહેરમાં તમાચો ચોડી દીધો, જુઓ Video

Priyakant

Last Updated: 10:15 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana MLA Viral Video News: પૂર પીડિતો સાથે વાત કરતાં ધારાસભ્યને તેમની સામે ઉભેલી એક મહિલા કોઈ વાત પર ગુસ્સે થઈ થપ્પડ મારી દીધી અને પછી.....

  • હરિયાણાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
  • પૂર પીડિતો સાથે વાત કરવા પહોંચેલા MLAને કડવો અનુભવ
  • ધારાસભ્યને મહિલાએ જાહેરમાં તમાચો ચોડી દીધો

હરિયાણાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. કૈથલ, યમુનાનગર, પંચકુલા સહિત અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, જનનાયક જનતા પાર્ટી (JJP)ના ધારાસભ્ય ઈશ્વર સિંહ ગુહલા પૂરની સ્થિતિનો તાગ મેળવવા કૈથલ ગયા હતા. આ દરમિયાન તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ગુસ્સે થયેલી મહિલા દ્વારા તેમને થપ્પડ મારવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો ? 
પૂર પીડિતો સાથે વાત કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્યને કડવો અનુભવ થયો છે. જનનાયક જનતા પાર્ટી (JJP)ના ધારાસભ્ય ઈશ્વર સિંહ ગુહલા પુરપીડિતોને મળવા પહોંચ્યા બાદ હાજર લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ધારાસભ્ય પૂર પીડિતો સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમની સામે ઉભેલી એક મહિલા કોઈ વાત પર ગુસ્સે થઈ જાય છે અને તેમને થપ્પડ મારી દે છે. જોકે, સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. 

નોંધનીય છે કે, જનનાયક જનતા પાર્ટી (JJP) હરિયાણામાં ભાજપના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનનો એક ભાગ છે. મળતી માહિતી મુજબ ઘગ્ગર નદીમાં પૂરના કારણે ગુહલા વિધાનસભા ક્ષેત્રમાં ભાટની બૂમના કારણે વિધાનસભ્ય ઈશ્વર સિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા અને ભાટિયા ગામમાં આવી સ્થિતિને લઈને મહિલા ગુસ્સે થઈ હતી.

ડેમ તૂટવાને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
ધારાસભ્યએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા, પરંતુ બંધા (નાનો ડેમ) તૂટવાને કારણે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. તેનાથી ગુસ્સે થઈને મહિલા અને અન્ય કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો. મહિલાએ કહ્યું કે, તમે હવે અહીં કેમ આવ્યા છો? "મહિલાએ તેને કહ્યું કે જો હું ઈચ્છતો તો 'ડેમ' તૂટ્યો ન હોત. જોકે મેં તેમને સમજાવ્યું કે તે કુદરતી આફત છે અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. જોકે તેમણે પોલીસને મહિલા સામે કોઈ કાર્યવાહી કરવા કહ્યું નથી. તેમણે કહ્યું, હું નથી ઈચ્છતો કે તેણે જે કર્યું તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે.

ઘગ્ગર નદીમાં વધારો થતાં અનેક ગામો પ્રભાવિત  
પંજાબ અને હરિયાણાના કેટલાક ગામો તાજેતરના વરસાદ બાદ ઘગ્ગર નદીના વહેણથી પ્રભાવિત થયા છે. બંને રાજ્યોમાં રાહતના પગલાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે કારણ કે આ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે ઘણા ભાગોમાં પૂર આવ્યું છે. હરિયાણામાં સીએમ ખટ્ટરે પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ પ્રવાસ કર્યો હતો. 

5 જિલ્લા એલર્ટ મોડ પર
યમુનાનગર, કૈથલ, પંચકુલા પણ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ એલર્ટ મોડ પર છે. આ જિલ્લાઓની ખાસ વાત એ છે કે, અહીંથી પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જોકે આના કારણે જીંદ, ફતેહાબાદ, ફરીદાબાદ, પલવલ, સિરસા જેવા જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાણીની વધુ પ્રગતિને કારણે આ જિલ્લાઓ માટે ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ NDRF/ આર્મીની ટીમો પણ ઘણી જગ્યાએ તૈનાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ