Jharkhand: એક દુલ્હાએ પોતાની દુલ્હનનો હાથ તેના બોયફ્રેન્ડના હાથમાં સોંપી દીધો. જેના પાછળ ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. હકીકતે દુલ્હને પોતાના પતિને જણાવ્યું કે તેનો પ્રેમી છે અને તે તેની સાથે રહેશે. આ સાંભળીને પતિએ તો પરવાનગી આપી દીધી પરંતુ ઘરમાંથી નકળતી દુલ્હનને લોકોએ પકડી લીધી.
લગ્નના 20 દિવસમાં જ દુલ્હને કર્યો ધડાકો
બોયફ્રેન્ડ સાથે પ્રેમ હોવાની પતિને કરી વાત
ઘરમાંથી ભાગતી દુલ્હનને લોકોએ પકડી અને....
આમ તો લગ્ન સાથે જોડાયેલી ઘટનાઓ મોટાભાગે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ ઝારખંડના પલામૂથી લગ્ન સાથે જોડાયેલી વધુ એક રોચક સ્ટોરી સામે આવી છે. અહીં એક દુલ્હાએ લગ્નના 20માં દિવસે દુલ્હનનો હાથ તેના બોયફ્રેન્ડને સોંપી દીધો. આખરે દુલ્હાએ આવો નિર્ણય કેમ લીધો? તેના પાછળ એક ખૂબ જ ચોંકાવનારૂ કારણ છે.
રોજ પ્રેમી સાથે દુલ્હન કરતી હતી વાત
હકીકતે લગ્ન બાદથી દુલ્હન શાંત અને એકલી રહેવા લાગી હતી. તે કોઈને વધારે મળતી ન હતી. પરંતુ ચોરીછુપે પોતાના પ્રેમી સાથે રોજ વાત કરતી હતી. આ વાત દુલ્હાને ખબર પડી. તેને એવી પણ ખબર પડી કે પિતાનું માન રાખવા માટે યુવતીએ લગ્ન કરી લીધા. પરંતુ તે ખુશ ન હતી.
પતિની પરવાનગી લઈને જ ઘરની બહાર નીકળી પત્ની
આ વચ્ચે લગ્નના 20માં દિવસે તે સાસરીમાંથી પોતાના બોયફ્રેન્ડની સાથે ભાગી રહી હતી. ત્યારે જ લોકોએ તેને પકડી લીધી અને બન્નેને પકડીને પોલિસ સ્ટેશન લઈ ગયા. ત્યાર બાદ જાણકારી મળવા પર દુલ્હો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો અને તેણે બધાને ચોંકાવી દીધા. દુલ્હાએ પોતાની નવી દુલ્હનનો હાથ તેના બોયફ્રેન્ડને સોંપી દીધો. તેણે ત્યાં હાજર લોકોને જણાવ્યું કે તેની પરમિશન લઈને જ પત્ની ઘરમાંથી નિકળી હતી.
લગ્નના થોડા દિવસો બાદ જ ખબર પડી હકીકત
આ સમગ્ર મામલો જિલ્લાના મનાતૂ વિસ્તારમાં આવેલા બીચકિલા ગામનો છે. અહીં સનોજ કુમાર સિંહના લગ્ન 10 મેએ પ્રિયંકાની સાથે ધૂમધામથી થયા હતા. તેના થોડા જ દિવસ બાદ સનોજને ખબર પડી કે પ્રિયંકાનો તેના જ ગામના યુવક જિતેન્દ્ર સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. બન્ને 10 વર્ષથી રિલેશનશિપમાં છે. પરંતુ જાત અલગ હોવાના કારણે લગ્ન ન થઈ શક્યા.
લગ્ન બાદ પણ પ્રેમી પાસે જવા માંગતી હતી પત્ની
લગ્ન બાદ પણ તે પોતાના પ્રેમીની પાસે જવા માંગતી હતી. માટે પતિએ પરવાનગી આપી દીધી. પરંતુ ગામના લોકોએ તેને પ્રેમીની સાથે જોઈને પોલીસના હવાલે કરી દીધી.
મનાથૂ પોલીસ સ્ટેશન ઈનચાર્જ કમલેશ કુમારે જણાવ્યું કે પોલીસે દુલ્હા અને યુવતીના પરિવારને જાણકારી આપી. પરંતુ યુવતીનો પરિવાર ન પહોંચ્યો. તેના પર બુધવારે સનોજે પોતાની પત્નીનો હાથ તેના પ્રેમી જીતેન્દ્રના હાથમાં ખુશી-ખુશી સોંપી દીધો.