javed Akhtar twitted about statue of Subhash Chandra Bose and trolled
રિએક્શન /
નેતાજી બોઝની પ્રતિમા વિષે જાવેદ અખ્તરે ભયંકર મગજ દોડાવ્યું, કરી એવી કૉમેન્ટ કે ટ્રોલર્સે તતડાવી મૂક્યા
Team VTV04:04 PM, 28 Jan 22
| Updated: 04:09 PM, 28 Jan 22
ઇન્ડિયા ગેટ ખાતે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને લઇને જાવેદ અખ્તરે કર્યુ ટ્વિટ,' પ્રતિમાના સ્થાનની પસંદગી બરાબર નથી '
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યાં નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર અદ્વૈત ગડનાયક દ્વારા બનાવવામાં આવી છે. આ અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. હવે ગીતકાર જાવેદ અખ્તરે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. જાવેદ અખ્તરનું માનવું છે કે નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવાનો વિચાર સારો છે પરંતુ તેના સ્થાનની પસંદગી યોગ્ય નથી. આ ટ્વીટ બાદ જાવેદ ટ્રોલ થઈ રહ્યા છે.
જાવેદ અખ્તરે શું કરી પોસ્ટ
જાવેદ અખ્તરે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે 'નેતાજીની પ્રતિમાનો વિચાર સારો છે પરંતુ પ્રતિમાના સ્થાનની પસંદગી યોગ્ય નથી. દિવસભર આ પ્રતિમાની આસપાસ વાહનવ્યવહાર ચાલુ રહેશે અને પ્રતિમા પોઝ સલામી આપતો છે. આ તેમની પ્રતિષ્ઠાને જોતા યોગ્ય નથી. જો સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમામાં તેઓ બેઠેલા હોત કે પછી નારા લગાવી રહ્યા હોય તેવા પોઝ હોતો સારુ રહેતું.
The idea of Neta ji statue is fine but the choice of the statue is not right all day the the traffic will be moving around it and the Statue will be standing in the pose of a salute It is below his dignity It should be either sitting or raising his fist as if raising a slogan
જાવેદ અખ્તરના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે - તમારે બસ મોદીજીની ટીકા કરવી છે... કારણ ગમે તે હોય. એકે લખ્યું- જાવેદ સાહબ, એક વાર તમે પણ કહો કે દિવસમાં પાંચ વાર નમાઝ પઢવાનો વિચાર સારો છે, પરંતુ લાઉડસ્પીકરમાં પઢવાનો વિચાર બહુ ખરાબ છે. તમારું જ્ઞાન તમારી પાસે રાખો.એક યુઝરે લખ્યું- તે તમને સલામ નથી કરી રહ્યા. તે ભારત માતાને વંદન કરી રહ્યા છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે તમે તમારા નવાબી શોખ વિશે વાત નહી કરો, પરંતુ બાકીના લોકોનું શું?
નેતાજીની આ પ્રતિમા લોકશાહી સંસ્થાન, પેઢીઓ અને ફરજનો અહેસાસ કરાવશે
તમને જણાવી દઈએ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આ પ્રતિમાનું ડાયમેન્શન 28 ફૂટ બાય 6 ફૂટ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે નેતાજીની આ પ્રતિમા આપણી લોકતાંત્રિક સંસ્થા, પેઢીઓને ફરજની ભાવના આપશે. આવનારી અને વર્તમાન પેઢીને પ્રેરણા આપતા રહેશે.