બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 01:30 PM, 3 September 2021
ADVERTISEMENT
PM યોશિહિદે સુગા રાજીનામું આપશે
કોરોના વાયરસ મહામારીનાં કારણે વિશ્વનાં કેટલાય નેતાઓની ટીકાઓ થઈ રહી છે ત્યારે જપાનમાં તો પ્રધાનમંત્રીએ પોતાનું પદ જ છોડી દેવાનો વારો આવ્યો છે. આવતા મહિના સુધીમાં જપાનને પોતાનો નવો નેતા મળી જશે. કોરોના વાયરસ મહામારીમાં સુગાના કામકાજને લઈને જનતા ખૂબ નારાજ છે.
મહિનાના અંત સુધીમાં યોશિહિદે સુગા રાજીનામું આપશે
નોંધનીય છે કે જપાનમાં સત્તારૂઢ પાર્ટીનાં રી-ઈલેક્શનમાં જાપાનનાં વર્તમાન વડાપ્રધાન યોશીહીદે સુગા ઉમેદવારી કરશે નહીં. જેથી નિશ્ચિત છે કે તેઓ સપ્ટેમ્બર મહિના બાદ જપાનનાં વડાપ્રધાન નહીં રહે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા જ સુગાને પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
યોશિહિદે સુગાની એપ્રુવલ રેટિંગમાં મોટો ઘટાડો થયો છે
નોંધનીય છે કે સુગાની અપરૂવલ રેટિંગ સતત ઘટી રહી છે, કોરોના વાયરસ કાળ બાદ સુગાને લોકો પસંદ કરી રહ્યા નથી. એવામાં અચાનક સુગા દ્વારા આ ઈચ્છા જાહેર કરવી એ જપાનનાં રાજનેતાઓમાં કુતૂહલ સર્જ્યુ છે કે જો સુગા જશે તો નવા પ્રધાનમંત્રી કોણ બનશે.
પાર્ટી નક્કી કરશે નવો નેતા
જપાનમાં સત્તાધીશ પાર્ટીમાં પાર્ટીનાં નેતૃત્વ માટે 29મી સપ્ટેમ્બર ચૂંટણી થવાની છે અને સુગા હવે પ્રધાનમંત્રી રહેવા માંગતા નથી. જેથી હવે થોડા દિવસમાં જ જાપાનને નવો નેતા મળી જશે. આ પાર્ટીને સંસદમાં બહુમત પ્રાપ્ત છે અને એવામાં પાર્ટી દ્વારા જે નેતા ચૂંટવામાં આવે તે જ દેશનું પણ નેતૃત્વ કરશે.
શું છે મુખ્ય કારણ?
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીનાં કારણે સુગાની દેશમાં ખૂબ જ ટીકા થઈ રહી છે, એક તો પહેલા કોરોના વાયરસ સામે ઝડપથી કાર્યવાહી ન કરી અને પાછું ઑલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું. જપાનમાં અત્યારે ઈમરજન્સી લાગુ કરી દેવાની નોબત આવી છે અને દેશમાં 15 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આટલું જ નહીં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ખૂબ ધીમું છે ત્યારે દેશભરમાં સુગાની ખૂબ ટીકા થઈ રહી છે.
પાર્ટીના મહાસચિવે કરી દીધું એલાન
જપાનની સત્તારૂઢ પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનાં મહાસચિવે કહ્યું કે આજે કાર્યકારી બેઠકમાં સુગાએ કહ્યું છે કે કોરોના વાયરસ સામે લડવા માટે સુગા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી તેઓ પાર્ટીનાં નેતૃત્વ માટેની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. મહાસચિવે કહ્યું કે હું તો આ નિર્ણયથી ખૂબ જ હેરાન છું, તેમણે તો સારું કામ કર્યું છે.
નોંધનીય છે કે 72 વર્ષીય સુગા સ્ટ્રોબેરી ખેડૂતોનાં પરિવારમાંથી આવે છે તેઓ પૂર્વ પ્રધાનમંત્રી શીન્ઝૉ આબેના નજીકનાં નેતા ગણાતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT