બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / japan hospital used water meant for toilet as drinking water for 30 years

OMG! / ભારે કરી! અહીં 30 વર્ષ સુધી લોકોએ પીધું શૌચાલયનું પાણી, સામે આવી હોસ્પિટલના સંચાલકોની મોટી બેદરકારી!

ParthB

Last Updated: 04:03 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનીઝ મીડિયા આઉટલેટના અહેવાલ આપ્યો કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ શરૂ કર્યું.

  • જાપાનનીમાં 30 વર્ષ સુધી શૌચાલયનું પાણીનો ઉપયોગ પીવા માટે કરાયો
  • 2014 થી પાણીની ગુણવત્તાના રેકોર્ડ ઉપલબ્ધ છે
  • 100 થી વધુ બિલ્ડીંગોમાં કૂવાના પાણીનો ઉપયોગ થાય છે

જાપાનની એક હોસ્પિટલમાં 30 વર્ષ સુધી શૌચાલય માટે ટ્રીટેડ પાણીનો પીવા માટે ઉપયોગ કર્યો 

જાપાનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જાપાનીઝ મીડિયાના એક અહેવાલ મુજબ, જાપાનની એક હોસ્પિટલે ભૂલથી લગભગ 30 વર્ષ સુધી શૌચાલય માટે ટ્રીટેડ પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કર્યો હતો. આ વિચિત્ર ઘટના ગયા મહિને પ્રકાશમાં આવી હતી, જે બાદ ઓસાકા યુનિવર્સિટીના સંશોધકો અને હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ કાઝુહિકો નાકાતાનીએ માફી માંગી હતી. જાપાનીઝ સમાચાર આઉટલેટ્સ અનુસાર, હોસ્પિટલ ઓસાકા યુનિવર્સિટીમાં સ્થિત છે. આ હોસ્પિટલ બિલ્ડીંગ મેડિસિન ફેકલ્ટી સાથે જોડાયેલ છે.

આ પાણી 120 નળ સુધી પહોંચતું હતું. 

આશ્ચર્યની વાત એ છે કે આ પાણી 120 નળ સુધી પહોંચતું હતું. તેનો ઉપયોગ પીવાના પાણી, હાથ ધોવા અને ગાર્ગલિંગ માટે પણ થતો હતો. 1993માં જ્યારે હોસ્પિટલનું નિર્માણ થયું ત્યારે પાઈપના જોડાણમાં ખામીના કારણે સમસ્યા ઊભી થઈ હતી. જાપાની મીડિયા આઉટલેટે અહેવાલ આપ્યો કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ શરૂ કર્યું. આ સમય સુધી કોઈએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું ન હતું અને કોઈને તેની જાણ નહોતી.આ ઘટનાની માહિતી નવા પ્લાન્ટના નિર્માણ દરમિયાન કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવી હતી.

2014 થી પાણીની ગુણવત્તાના રેકોર્ડ ઉપલબ્ધ છે

હાલમાં યુનિવર્સિટી આ મામલે તપાસ કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાણીની ગુણવત્તાની સતત તપાસ કરવામાં આવી રહી છે, હજુ સુધી કોઈ જોખમી પદાર્થની ઓળખ થઈ નથી. દર અઠવાડિયે રંગ, સ્વાદ અને ગંધ માટે પાણીના પરીક્ષણ અંગેના રેકોર્ડ 2014 થી ઉપલબ્ધ છે. જોકે ત્યારપછી કોઈ સમસ્યા થઈ નથી. નકટાણીએ તાજેતરમાં પત્રકાર પરિષદમાં આ મામલે માફી માંગી હતી. તેમણે કહ્યું, મને ખૂબ જ દુ:ખ છે કે અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડતી યુનિવર્સિટી હોસ્પિટલે તાજા પાણીને લઈને લોકોમાં ચિંતા પેદા કરી છે.

100 થી વધુ બિલ્ડીંગોમાં કૂવાના પાણીનો ઉપયોગ થાય છે

જાપાનીઝ મીડિયાના અહેવાલમાં જણાવ્યું હતું કે, સંકુલમાં 100 થી વધુ અન્ય ઈમારતો છે જે ટ્રીટ કરેલા પાણીનો સરળ રીતે ઉપયોગ કરે છે.,હોસ્પિટલ સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ પાઇપિંગની તપાસ કરશે અને ખામીને સુધારશે. જાપાનમાં આવી બેદરકારી સામે આવી છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વિકસિત દેશમાં આ પ્રકારની ભૂલ સામાન્ય રીતે જોવા મળતી નથી. તમને જણાવી દઈએ કે ખરાબ પાણીના કારણે ઘણી બીમારીઓ થવાનો ખતરો રહે છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં સ્વચ્છ પાણી પીવાનું ચલણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tokyo japan japan hospital ગુજરાતી ન્યૂઝ જાપાન હોસ્પિટલ Japan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ