જામનગરમાં INS વાલસુરા દ્વારા રી-ટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા કરાતા શૌર્ય પૂર્ણ કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમ રજુ કરાયા હતા. મહત્વનુ છે કે ઈન્ડીયન નેવી દ્વારા દર વર્ષે નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરાયા બાદ બીટીંગ-ધ-રી-ટ્રીટ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુદ્ધ દરમિયાન દિવસની સમાપ્તિ બાદ જવાનો દ્વારા પરેડ સલામી અને બેન્ડ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જામનગર ક્લેકટર મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જામનગર નજીક વાલસુરા ખાતે ઇન્ડીયન નેવી દ્વારા દર વરશે નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વરસે પણ શાનદાર ઉજવણી કરાયા બાદ બીટીંગ-ધ-રી-ટ્રીટ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુદ્ધ દરમિયાન દિવસની સમાપ્તી બાદ ફોજ દ્વારા જે કાર્યક્રમો-કરતબો યોજવામાં આવે છે તે જ કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા.
આપને જણાવી દઇએ કે વાલસુરા નેવી ટ્રેનીંગ સેન્ટરના જવાનો દ્વારા પરેડ સલામી અને બેન્ડ પરેડ યોજાઈ હતી. પરેડ માં જ હથિયારધારી નેવી જવાનોએ કરતબો રજુ કર્યા હતા. દેશના રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.