સુરત મનપાના મેયર તરીકે જગદીશ પટેલનું નામ જાહેર, ડે.મેયર નિરવ શાહ...

By : hiren joshi 11:05 AM, 14 June 2018 | Updated : 11:05 AM, 14 June 2018
સુરતઃ આજે મહાનગર પાલિકાઓના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના મેયર તરીકે જગદીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીક અનિલ ગોપલાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડે.મેયર તરીકે નિરવ શાહની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે દયાશંકર સિંહની વરણી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સમાન્ય સભા પહેલા ભાજપની સંકલન બેઠક યોજાઈ હતી. ભાજપના કોર્પોરેટર અને સાંસદ વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મનપા, ભાવનગર મનપાના મેયર, ડે.મેયરના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે AMCના નવા મેયર તરીકે બિજલ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી દિનેશ મકવાણાની વરણી કરવામા આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ, શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહ, દંડક તરીકે રાજુ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી અઢી વર્ષ માટે કરવામાં આવી છે.Recent Story

Popular Story