બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / IT raid at Dheeraj Sahu 300 crore found in 40 bags, 136 bags is still pending

કાળી કમાણી / 136 બેગમાં મળ્યા 300 કરોડ... મશીનો થઈ ગઈ ફેલ...! હજુ 40 બેગની ગણતરી બાકી, દારૂ કિંગ કોંગ્રેસ નેતા પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી |

Megha

Last Updated: 04:01 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં નોટોની ગણતરી આજે પૂરી થઈ શકે છે. આ માટે વધુ નોટ કાઉન્ટીંગ મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા.

  • 176 બેગમાંથી હજુ સુધી લગભગ 136 બેગની ગણતરી કરવામાં આવી
  • અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી
  • 25 નોટ ગણવાના મશીનો અને 50 લોકો કરી રહ્યા છે નોટોની ગણતરી

આયકર વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિશા અને ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના નિવાસસ્થાને રેડ પાડીને જપ્ત કરાયેલ સંપતિમાંથી હજુ સુધી 300 કરોડની ગણતરી થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે કુલમ રકમ 400 કરોડ કરતાં વધુ હોય શકે છે. જપ્ત કરાયેલ સંપતિમાંથી વધુ પડતી નોટો 500 રૂપિયાની છે અને સતત આ નોટો ઓડિશાની સરકારી બેંક શાખાઓમાં જમા કરાવવામાં આવી રહી છે. 

congress mp dheeraj sahu raid case 300 crore still counting biggest cash recovery in india

176 બેગમાંથી હજુ સુધી લગભગ 136 બેગની ગણતરી કરવામાં આવી
ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં નોટોની ગણતરી આજે પૂરી થવાની ધારણા છે. આ માટે વધુ નોટ કાઉન્ટીંગ મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 176 બેગમાંથી હજુ સુધી લગભગ 136 બેગની ગણતરી કરવામાં આવી છે અને આજે અથવા આવતીકાલ સુધીમાં નોટોની ગણતરી પૂર્ણ થઈ શકે છે. 

અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી
એક-બે નહીં, કુલ 25 નોટ ગણવાના મશીનો અને 50 લોકો મળી આ કાળા નાણાંની સતત ગણતરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. પરંતુ આ અંતિમ આંકડો નથી... ઘણા ઓરડાઓ અને લોકર હજી સુધી ખુલ્લા પણ નથી. આવી સ્થિતિમાં, આ દરોડાએ એક ઈતિહાસ રચ્યો છે. આવકવેરા વિભાગે ધીરજ સાહુના પરિસર અને તેની સાથે જોડાયેલી પેઢીઓ પર દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં કાળા નાણાંની આ "અત્યાર સુધીની સૌથી મોટી" પ્રાપ્તિ છે.  આવકવેરા વિભાગની આ રેડ એક સાથે ઘણી જગ્યાએ ચાલી રહી છે. 

 over 200 crore recovered in raids on congress mp dhiraj sahu in jharkhand and odisha

દારૂની કંપનીનો છેલ્લા 40 વર્ષથી કારોબાર 
નોંધનીય છે કે ધીરજ સાહુ અને તેમના પરિજનો દારૂની કંપની ચલાવે છે. બળદેવ સાહૂ એન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ આ જ સાહૂ પરિવારની છે. છેલ્લા 40 વર્ષથી આ પરિવાર દારૂ બનાવે છે. ધીરજ સાહુના પિતાના નામથી કંપનીનું નામ રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં ભરવામાં આવતા ફોર્મમાં ધીરજ સાહુએ પોતાની સંપત્તિ માત્ર 34 કરોડ રૂપિયા દર્શાવી હતી.  તો સવાલ એ થાય છે કે અબજો રૂપિયાની રોકડ રકમ કોની છે? 

કોંગ્રેસ પાર્ટીમાં છે મોટું પદ 
સાંસદ ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ 2009માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ 2010માં બીજી વાર અને 2018માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ