બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IRCTC Train meal check technique

પારદર્શિતા / મુસાફરી દરમિયાન રેલયાત્રી જાણી શકશે કેવું છે તેમનું ભોજન: આ ટેક્નિકનો કરો ઉપયોગ

Hiren

Last Updated: 12:39 AM, 26 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેનોમાં ખાણીપીણીની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ એક નવી પહેલ કરી છે. હવે ભોજનના દરેક પેકેટ પર ક્યૂઆર (ક્વિક રિસ્પૉન્સ) કોડ હશે. તેનું સ્કેન કરતાંની સાથે જ મુસાફરોના મોબાઈલ પર માહિતી મળી જશે કે ભોજન ક્યા બેઝ કિચનમાં તૈયાર કરવામાં આવ્યું છે. કોને તેનું લાઇસન્સ મળ્યું છે અને તેનો સંપર્ક નંબર શું છે. આ ઉપરાંત યાત્રીઓ પેકેટનું વજન પણ જોઈ શકશે.

  • વધારાના ચાર્જની સમસ્યા હલ
  • ધીરે ધીરે ટ્રેનમાં ભોજન રાંધવાની સિસ્ટમ કરાશે બંધ
  • મુસાફરો રસોડુંનું કરી શકશે લાઇવ મોનિટરિંગ

ટ્રેનોમાં પેન્ટ્રીકારની કમાન આઈઆરસીટીસી પાસે છે. આઈઆરસીટીસી જ નક્કી કરે છે કે, તેનું સંચાલન કેવી રીતે કરવું, મુસાફરોને ભોજનમાં શું આપવું અને શું ન આપવું. સંચાલક માટે તમામ નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત છે. 

વધારાના ચાર્જની સમસ્યા હલ

જોકે, તમામ મજબૂત વ્યવસ્થા હોવા છતાં પણ ટ્રેનમાં ના તો ભોજનની ગુણવત્તામાં કોઈ સુધારો કરવામાં આવ્યો કે ના વધારાના ચાર્જની સમસ્યા હલ કરાઈ છે. એટલું જ નહીં, ચોખા, દાળ અને શાકભાજી – તમામ ચીજ વસ્તુઓ નિયત વજન કરતા ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ અવારનવાર મળે છે.

ધીરે ધીરે ટ્રેનમાં ભોજન રાંધવાની સિસ્ટમ કરાશે બંધ

આઈઆરસીટીસી આ તમામ સ્મસ્યાઓને રોકવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. ધીરે ધીરે ટ્રેનમાં ભોજન રાંધવાની સિસ્ટમને ખતમ કરવામાં આવી રહી છે. તેની જગ્યાએ નિર્ધારિત સ્થળોએ સેન્ટ્રલ કિચન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. બિલાસપુરમાં ઝોનલ સ્ટેશનનું જનહર કેન્દ્ર આ કિચનના રૂપમાં પરિવર્તિત થઈ ગયું છે. પારદર્શિતાની આ કડીમાં ક્યૂઆર કોડની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 

મુસાફર કરી શકશે ફરિયાદ

આ અંતર્ગત હવે ચોખા, દાળ અથવા શાકભાજી, જ્યારે તે સેન્ટ્રલ કિચનમાંથી બહાર આવશે ત્યારે તેના પેકિંગ પર ક્યૂઆર કોડ હશે. તેનાથી મુસાફરો સીધી નામજોગ ફરિયાદ કરી શકશે. આ સાથે રસોડાના સંચાલકના મનમાં પણ વાતનો ભય રહેશે કે, ક્યાંક કોઈ મુસાફર તેની ફરિયાદ ન કરી દે.

મુસાફરો રસોડુંનું કરી શકશે લાઇવ મોનિટરિંગ

ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર એક ખૂણામાં વિકલ્પ (ઑપ્શન)નું બટન પણ આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતા જ મુસાફરો રસોડુંનું લાઇવ મોનિટરિંગ પણ કરી શકે છે. તેઓ એ જાણી શકશે કે તેમને ભોજન પીરસતા કિચનમાં સફાઈ વ્યવસ્થા કેટલી સારી છે. જો ગંદકી દેખાય કે પછી કર્મચારીઓ ટોરી-મોજાં પહેર્યા વગર રાંધતા નજરે પડે તો પણ મુસાફરો એ વાતની ફરિયાદ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ