બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / irctc offering 6 days amazing package to travel thailand in budget

ટ્રાવેલ / આજે જ બુક કરો આ જગ્યાની ફૉરેન ટૂર, આટલી બજેટ ઑફર ફરીથી નહીં મળે

vtvAdmin

Last Updated: 03:09 PM, 18 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાનું સપનું તો દરેક લોકો જોવે છે પરંતુ સાંસારિક જીવનના કામોથી બહાર નિકળીને પોતાના માટે ટાઇમ નિકાળવાની ફુર્સત ઓછી મળે છે. એક સમાન્ય માણસ માટે સૌથી મહત્વની વાત હોય છે 'બજેટ'. પરિવાર અને પર્સનલ ખર્ચાની વચ્ચે બીજું કંઇ વિચારવું થોડું મુશ્કેલ હોય છે.

જો અમે તમને કહીએ કે તમારા બજેટમાં વિદેશ ફરવાનું સપનું પૂરું થઇ શકે છે તો કેવું મહેસૂસ થશે. જી હાં તમારી પહેલી વિદેશ યાત્રા માટે તૈયાર થઇ જાવ.

 

ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝ્મ કોર્પોરેશન પોતાના યાત્રીઓ માટે થાઇલેન્ડ ટૂરનું વિશેષ પેકેજ લઇને આવી છે. આ પેકેડ હેઠળ યાત્રી થાઇલેન્ડમાં 6 દિવસ પસાર કરી શકે છે. તાજેતરમાં થાઇલેન્ડ સરકાર તરફથી 20 થી વધારે દેશોના પ્રવાસીઓ માટે વીઝા ઓન અરાઇવલ ફી માં છૂટ આપવામાં આવી છે. જે 31 ઓક્ટોબર સુધી માન્ય રહેશે. 

IRCTC ના થાઇલેન્ડ ટૂર પેકેજનું નામ 'ટ્રેશર ઑફ થાઇલેન્ડ છે.' આ પેકેજ હેઠળ યાત્રી થાઇલેન્ડના સુંદર શહેર બેંકૉક અને પટાયા સિટીની મુલાકાત લઇ શકશે. ટૂરની શરૂઆત ચેન્નાઇથી થશે. કુલ 5 રાત અને 6 દિવસની આ ટૂર 26 જુલાઇથી શરૂ થશે. 

IRCTC ની સોશિયલ નેટવર્કિંગ સાઇટ અને વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ટૂરનો ભાગ બનનાર યાત્રીઓને ડબલ સિટીંગ માટે 39 હજાર 520 રૂપિયાનું પેકેજ લેવું પડશે, જ્યારે સિંગલ સિટીંગ માટે આ ચાર્જ 45 હજાર છે. જો તમે ત્રણ લોકો સાથે આ ટૂર કરવા ઇચ્છો છો તો પણ તમારે 39 હજાર 520 રૂપિયાનું પેકેજ લેવું પડશે. બાળકો માટે ટૂરનો ખર્ચ અલગથી કરવો પડશે. 

આ પેકેજમાં આવવા જવાનો ખર્ચ, સવારનો નાશ્તો અને બંને ટાઇમનું ખાવાનું સામેલ છે. આ ઉપરાંત ક્યાંય ફરવા જશો તો ત્યાં જવાનો ખર્ત અને એન્ટ્રી ફી પણ સામેલ છે. પટાયા સિટીમાં એલ્કેઝર શો અને કોરલ આઇલેન્ડની મુલાકાત પણ આ પેકેજમાં સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Thailand Travel pattaya ટ્રાવેલ થાઇલેન્ડ Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ