બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 AM, 11 January 2020
ADVERTISEMENT
દૂર્ઘટનાગ્રસ્ત વિમાને તેહરાનના ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી યૂક્રેનની રાજધાની કીવના બોર્યસ્પિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા ઉડાન ભરી હતી. જો કે પહેલા ઇરાનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ દૂર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હતી.
ઇરાનમાં વિમાન ક્રેશ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. ઇરાને હવે ખુદ સ્વીકાર કર્યું છે કે તેમની ભૂલના કારણે યૂક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. તેહરાનથી ટેકઓફ થયેલું પ્લેન થોડી મિનિટો બાદ ક્રેશ થયું હતું. ઇરાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે ઇરાનની મિસાઇલએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું.
ADVERTISEMENT
આ વિમાન દૂર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા. જેમાં સૌથી વધુ કેનેડા અને ઇરાનના જ નાગરિક હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને પહેલા જ આ અંગે કહ્યું હતું કે ઇરાને જ વિમાનને નિશાન બનાવ્યું છે. શરૂઆતમાં ઇરાને ટેકનિકલ ખામીના કારણે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું કહ્યું હતું. ઇરાને ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવાને ફગાવી દીધા હતા. જો કે હવે ખુદ ઇરાને જ માનવીય ભૂલના કારણે આ વિમાન ક્રેશ થયું હોવાની કબૂલાત કરી છે.
બોઇંગ વિમાનમાં 176 લોકો સવાર હતા, જેમાં તમામ યાત્રીઓના મોત નિપજ્યાં હતા. યૂક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં સવાર યાત્રીઓમાં સૌથી વધુ ઇરાનના (82) હતા. ઇરાનના 82 લોકોની સાથે 63 કેનેડાના, યૂક્રેનના 11, સ્વીડનના10, અફઘાનિસ્તાનના 4, જર્મનીના 3 અને યૂકેના 3 લોકો સવાર હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.