બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 mohit sharma may be selected in team india again gt vs csk final

ક્રિકેટ / 34 વર્ષની ઉંમરે ગુજરાત ટાઈટન્સના આ બોલરે મચાવ્યો તરખાટ, ભલભલા ક્રિકેટર્સની વિકેટ લીધી, શું હવે ટીમ ઈન્ડિયામાં મળશે મોકો?

Arohi

Last Updated: 09:12 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohit Sharma Team India: IPL 2023માં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 27 વિકેટ લીધી. મોહિત પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં ફરીથી વાપસી કરે તેવી આશા છે.

  • IPL 2023માં મોહિત શર્માનું શાનદાર પ્રદર્શન 
  • મોહિત શર્માએ લીધી કુલ 27 વિકેટ 
  • ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે મોહિત શર્મા 

IPLની 16મી સીઝન સમાપ્ત થઈ ચુકી છે. 29 મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ પાંચ વિકેટથી હરાવીને પાંચવી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી. આ જીતની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધારે IPL ટ્રોફી જીતનાર ટીમ મામલે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. 

IPL 2023માં મોહિત શર્માની બોલિંગ ચર્ચામાં 
IPL 2023માં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્મા પોતાના પ્રદર્શનથી ખૂબ હેડલાઈન્સમાં રહ્યા. ભારતના માટે 2015ના ઓડીઆઈ વિશ્વ કપ સેમીફાઈનલમાં રમ્યા બાદ મોહિત શર્મા લગભગ ગુમ થઈ ગયા હતા. પરંતુ આઠ વર્ષ બાદ આ અનુભવી ખેલાડીએ શાનદાર વાપસી કરી. 

ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની તરફથી 15મી ઓવર મોહિત શર્માએ જ ફેંકી હતી. તે ઓવરના પહેલા 4 બોલ મોહિતે સટીક લેંથ પર ફેંક્યા હતા. જોકે છેલ્લા બે બોલની લેન્થ યોગ્ય ન રહી અને રવીન્દ્ર જાડેજાએ 10 રન બનાવીને CSKને ચેમ્પિયન બનાવી દીધી. 

વેસ્ટ ઈન્ડિઝ સામે મળી શકે છે મોકો 
મોહિત શર્માએ IPL 2023માં જે પ્રકારે પ્રદર્શન કર્યું તે વખાણને લાયક છે. 34 વર્ષના મોહિતે 14 મેચોમાં 27 વિકેટ લીધી અને તે મોહમ્મદ શમીના બાદ આ આઈપીએલ સીઝનમાં સૌથી વધારે વિકેટ લેવાનાર બોલર રહ્યા. ચોંકાવનારી વાત એ છે કે મોહિત શર્મા ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સના નેટ બોલર રહ્યા અને આ વર્ષે તેમણે શાનદાર ઈનિંગથી ફેન્સનું દિલ જીતી લીધુ. 

ફાઈનલ મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાએ મોહિત શર્માને ભેટીને સાંત્વના આપી. મોહિતે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં ફરી વાપસીના દરવાજા ખોલી દીધા છે. જો મોહિત જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ભારતની પાંચ મેચોની ટી20 સીરીઝમાં રમો તો તે ચોંકાવનારી વાત નહીં હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

GT vs CSK Final Team India mohit sharma મોહિત શર્મા IPL 2023 mohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ