બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 csk ms dhoni eating snacks jalebi ganthiya fafda ahmedabad chennai super kings vs gujarat titans Cricket News

મજા પડી ગઈ / ગુજરાતમાં જલેબી પર તૂટી પડી ચેન્નાઈની ટીમ, ધોનીએ પણ માણી મજા, IPL ના પ્રારંભ પહેલા મજેદાર વીડિયો થયો વાયરલ

Pravin Joshi

Last Updated: 12:27 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે વરસાદ દરમિયાન નાસ્તાની મજા માણી હતી. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે નાસ્તાની મજા લેતા જોવા મળ્યા હતા.

  • આજથી IPL 2023 નો થઈ રહ્યો છે પ્રારંભ
  • ચેન્નાઈની ટીમે ગુજરાતી નાસ્તાની મજા માણી
  • મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટીમ સાથે કર્યો નાસ્તો

આજથી આઈપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે અમદાવાદમાં પહેલી મેચ રમાશે. આ મેચ પહેલા બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ હતી. ત્યારે ચેન્નાઈની ટીમે ગુજરાતી નાસ્તોનો સ્વાદ માણ્યો હતો. અમદાવાદમાં વરસાદી માહોલ છે. તો વરસાદ દરમિયાન નાસ્તાની મજા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે માણી હતી. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે નાસ્તાની મજા લેતો જોવા મળ્યો હતો. ટીમ ફિઝિયો, દીપક ચહર, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને અન્ય ખેલાડીઓ પણ ધોની સાથે જમતા જોવા મળ્યા હતા. 

ખેલાડીઓએ જલેબી, ગાંઠિયા, ફાફડાની મજા માણી

ચેન્નાઈના ખેલાડીઓ વરસાદની મોસમમાં નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો CSK દ્વારા પણ Instagram પર શેર કરવામાં આવ્યો છે. ચેન્નાઈની ટીમનું છેલ્લી સિઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ નવમા સ્થાને રહી હતી. જો કે આ વર્ષે મિની ઓક્શનમાં CSKએ કેટલાક શાનદાર ખેલાડીઓને ખરીદ્યા હતા. ત્યારે હવે ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે દબાણ કરશે. બેન સ્ટોક્સના આવવાથી ટીમ ઘણી મજબૂત બની ગઈ છે. આ સિવાય દીપક ચહર પણ આ વર્ષે રમશે. ગયા વર્ષે તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જો કે મુકેશ ચૌધરી અને કાઈલ જેમસનની ગેરહાજરીને કારણે ટીમને થોડું નુકસાન વેઠવું પડી શકે છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ :

એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, આકાશ સિંઘ, પતેશ સિંહ, મિશનર સિંહ, રાજવર્ધન હંગરગેકર. , દીપક ચહર , પ્રશાંત સોલંકી , મહેશ તિક્ષ્ણ , અજિંક્ય રહાણે , બેન સ્ટોક્સ , શેખ રશીદ , નિશાંત સિંધુ , સિસાંડા મગાલા , અજય મંડલ , ભગત વર્મા.

સંકળાયેલા મુદ્દાઓ

CSK Fafda IPL 2023 MS Dhoni ahmedabad chennai super kings vs gujarat titans eating snacks ganthiya jalebi players IPL VIDEO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ