બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / International License ahmedabad rto gujarati people

રિન્યૂ / વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ સુવિધા ત્યાં રહીને જ રિન્યૂ કરાવી શકશે

Published By: Divyesh

Last Updated: 03:40 PM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ દરમિયાન આરટીઓમાં અનેક કામગીરીમાં સુવિધા સરળ બનાવવામાં આવી છે, પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે પણ ઇન્ટરનેશનલ લાઇસન્સ ત્યાં જ રહીને રિન્યૂ કરાવી શકાય તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતાના પગલે અનેક ગુજરાતીઓને મોટા પ્રમાણમાં રાહત મળશે.

લાઇસન્સ પ્રક્રિયા હવે સરળ કરવામાં આવી છે. લર્નિંગ  લાઇસન્સમાં પણ તાજેતરમાં રિન્યૂઅલ પ્રો‌સિજર સરળ કરવામાં આવી  છે ત્યારે હવે ઇન્ટરનેશનલ લાઇસન્સ માટે પણ વાહનચાલકો માટે રાહતના સમાચાર  કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.

આ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યાં છે. હાલમાં ઇન્ટરનેશનલ લાઇસન્સ એક વર્ષ માટે અપાય છે. હવે તેમાં બદલાવ કરી ઇન્ટરનેશનલ લાઇસન્સને પણ ફેસલેસ કરવામાં આવશે, જેના કારણે વિદેશમાં રહીને પણ ઇન્ટરનેશનલ લાઇસન્સ રિન્યૂ કરાવી શકશો.

જેના માટે લાઇસન્સની ફીમાં પણ વધારો કરવામાં આવશે. અત્યારે માત્ર એક હજાર રૂપિયા ઇન્ટરનેશનલ લાઇસન્સ ફી પેટે લેવામાં આવે  છે, જે   નવી વ્યવસ્થા અન્વયે આગામી સમયમાં રૂપિયા ૩,૦૦૦ કરવામાં આવે તેવી શક્યતા  છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદ આરટીઓ દ્વારા વર્ષે ૨,૫૦૦થી વધુ ઇન્ટરનેશનલ લાઇસન્સ કાઢવામાં આવે છે, જોકે આરટીઓનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ જનારા લોકો ઇન્ટરનેશનલ લાઇસન્સનો ઉપયોગ વિદેશમાં માત્ર છ મહિના પૂરતો કરી શકે છે. વિદેશમાં માત્ર એક જ વખત અન્ય દેશનું લાઇસન્સ છ મહિના સુધી વાપરવાની છૂટ આપવામાં આવે છે.

ત્યારબાદ જે તે દેશનું લાઇસન્સ કરાવવું પડે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, દુબઈ જેવા દેશમાં આ નિયમો છે ત્યારે ઇન્ટરનેશનલ લાઇસન્સ ‌િરન્યૂઅલનો નવો સુધારો  કયા દેશમાં કામ લાગશે તે નક્કી થઇ શકશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

International Licence RTO ahmedabad અમદાવાદ આરટીઓ ઇન્ટરનેશનલ લાઇસન્સ RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ