Team VTV05:50 PM, 02 Mar 20
| Updated: 05:58 PM, 02 Mar 20
ભારતના લોકો મોબાઇલ ડેટાનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ અન્ય દેશોની સરખામણીમાં સસ્તા પેકેજ છે. સસ્તા અને એન્ટ્રી લેવલના 4 જી સ્માર્ટફોને લોકોને ઇન્ટરનેટ તરફ આકર્ષિત કરવા ખુબ મોટી ભુમિકા ભજવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણી એપ્લિકેશનો અને વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને કારણે, ઇન્ટરનેટ અને મોબાઇલ યુઝર્સ દર મહિને 11 જીબી કરતા વધુ ડેટા ખર્ચ કરે છે.
ભારતના લોકો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવામાં દુનિયામાં નંબર વન
ચીન, યુ.એસ., ફ્રાંસ, દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને સ્પેનના લોકો પણ પાછળ
ભારતમાં લગભગ 59.8 કરોડ 4જી ડેટા યુઝર્સ
આ આંકડો નોકિયા(Nokia) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. નોકિયા કંપનીએ તેના વાર્ષિક મોબાઇલ બ્રોડબેન્ડ ઇન્ડિયા ટ્રાફિક ઇન્ડેક્સ (MBIT) ના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2019માં ડેટા ટ્રાફિક અને 4 જી વપરાશ 47 ટકા વધ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં ડેટા વપરાશ સૌથી વધુ છે અને ભારતીય યુઝર્સે આ મામલે ચીન, યુ.એસ., ફ્રાંસ, દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને સ્પેનના લોકોને પાછળ છોડી દીધા છે.
ભારતમાં બ્રોડબેન્ડનો ઉપયોગ 47 ટકા છે, પરંતુ ચીનમાં 95 ટકા લોકો તેનો ઉપયોગ કરે છે. ભારતમાં 1 જીબી ડેટાની કિંમત સરેરાશ 7 રૂપિયા જેટલી છે, જે વિશ્વભરમાં સૌથી ઓછી છે. ભારતમાં લગભગ 59.8 કરોડ 4જી ડેટા યુઝર્સ છે, જ્યારે 3 જી યુઝર્સની સંખ્યા 4.4 કરોડ જેટલી છે.
ભારત મોબાઇલ યુઝર્સની રીતે પણ દુનિયાભરમાં મોખરે છે.તમામ ટોચની કંપનીઓમાં ભારતમાં તેના નવા મોડલ સૌથી પહેલા લોન્ચ કરવા માટે ઉત્સુક હોય છે.છેલ્લા કેટલાક વર્ષોથી સસ્તા અને મિડ રેન્જના મોબાઇલની સાથે સાથે ફલેગશીપ કહેવાતા મોંઘા મોબાઇલનું વેચાણ પણ વધી રહ્યું છે.