બ્રેકિંગ ન્યુઝ
VTV / indian stock market rises again investors earned 21 lakh crores in last one month
Mayur
Last Updated: 06:58 PM, 19 July 2022
ADVERTISEMENT
શેરબજારમાં રિકવરીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 21 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
17 જૂન, 2022 ના રોજ, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 235 લાખ કરોડ રૂપિયાની નજીક હતી, જે હવે વધીને 256 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વેચવાલી કરી રહ્યા હતા. પરંતુ જુલાઈ મહિનામાં તે બજારમાં ખરીદી કરતાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આજે પણ લીલા નિશાન સાથે માર્કેટ બંધ
શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે સેન્સેક્સ 246 પોઈન્ટ જેટલો અને નિફ્ટી 62 પોઇન્ટ્સ જેટલો વધ્યો હતો.
Sensex advances 246.47 points to close at 54,767.62; Nifty climbs 62.05 points to 16,340.55
— Press Trust of India (@PTI_News) July 19, 2022
કોમોડિટીના ભાવમાં ઘટાડાથી રાહત
વાસ્તવમાં કોમોડિટીના ભાવમાં 20 થી 30 ટકાનો ઘટાડો થયો છે. તો ક્રૂડ ઓઈલના ભાવ પણ ઉપરના લેવલેથી નરમ પડ્યા છે. વિદેશી રોકાણકારોના વેચાણની ગતિ ધીમી પડી છે, જેના કારણે શેરબજારનો મૂડ બદલાઈ ગયો છે. MFMCG, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ એસ્ટેટ અને પાવર સેક્ટરના શેરમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. મુંબઈ શેરબજારના ઇંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ફુગાવો ઘટવાની અપેક્ષા
જોકે, બજારની નજર આગામી મહિને RBI ની પોલિસી પર પર પણ છે. RBI વ્યાજ દરો અંગે શું નિર્ણય લે છે તેના આધારે ફરક પડી શકે છે. જો કે, રિટેલ મોંઘવારી દર 7.79 ટકાથી ઘટીને 7.01 ટકા પર આવી ગયો છે. પરંતુ જો આરબીઆઈનો લક્ષ્યાંક 6.7 ટકાથી વધુ છે તો તે ટોલરન્સ લેવલથી પણ ઉપર છે.
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે RBI ફરીથી રેપો રેટ વધારવાનો નિર્ણય લઈ શકે છે. જો કે, હાલમાં જ RBI ગવર્નરે કહ્યું હતું કે મોંઘવારી દર ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગથી નીચે આવવાનું શરૂ થશે. બજારે વધુ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે ફુગાવો ઘટશે, તે આગામી તહેવારોની સીઝનમાં માંગ વધારવામાં મદદ કરશે. તેનાથી કોર્પોરેટ જગતને ફાયદો થશે તો શેરબજારમાં પણ તેજી આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.