બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / indian railways irctc to operate bharat gaurav tourist train for jyotirlings darshan

યાત્રા / હવે IRCTC કરાવશે ભારતના જ્યોતિર્લિંગના દર્શન: શરૂ કરી 'ભારત ગૌરવ ટુરિસ્ટ' ટ્રેન, જાણો ખર્ચથી લઇને તમામ ડિટેલ્સ

Bijal Vyas

Last Updated: 04:58 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Railways: IRCTC મહાદેવના ભક્તો માટે ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન ચલાવવા જઇ રહી છે. આ ટ્રેન 5 જ્યોતિર્લિંગના દર્શન કરાવાની સાથે શેરડીના સાઇબાબા અને શનિ શિંગણાપુર પણ કવર કરશે.

  • જ્યોતિર્લિંગના દર્શનની સાથે સાઇબાબા અને શનિદેવના પણ થશે દર્શન 
  • 11 રાતની રહેશે આ યાત્રા 
  • સ્પેશિયલ ટ્રેન માટે છે આ 3 પેકેજ

Indian Railways: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ(IRCTC)એ જ્યોતિર્લિંગના દર્શ માટે ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી છે. આ ભારત ગૌરવ સ્પેશિયલ પર્યટક ટ્રેન ક્લકત્તાથી 20 મેના રોજ પ્રસ્થાન કરશે અને 5 જ્યોતિર્લિંગો- ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર અને ત્ર્યંબકેશ્વરની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિરડી સાઇબાબા અને શનિ શિંગણાપુરને કવર કરશે. આ ટ્રેન કલકત્તાથી આધ્યાત્મિક યાત્રા શરુ કરશે અને 11 રાતની આ યાત્રા રહેશે. 

આ રેલ્વે સ્ટેશનો પરથી મળશે બોર્ડિંગ અને ડિબોર્ડિંગની સુવિધા 
ભારત ગૌરવ પર્યટન સ્પેશિયલ ટ્રેનમાં યાત્રીઓએ માટે બંદેલ, બર્ધમાન, બોલપુર, શાંતિનિકેતન, રામપુર હાટ, પાકુડ, સાહિબગંજ, કહલગાંવ, ભાગલપુર, જમાલપુર, કીલ, બરૌની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, હાજીપુર, પાટલીપુત્ર, આરા, બક્સર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન અને પ્રયાગરાજ છિવકી સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આ ટ્રેનમાં યાત્રા કરનારા યાત્રીકોએ પૂર્વ મધ્ય રેલ્વે ઝોનના કીલ, બરૌની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, હાજીપુર, પાટલીપુત્ર, આરા, બક્સર અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશનો પર પણ બોર્ડિંગ અને ડિબોર્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

મહાશિવરાત્રિએ 9 જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે બેસ્ટ છે IRCTCનું આ પેકેજ,  આજે જ કરો પ્લાન | irctc mahashivratri jyotirlinga yatra tour package 2020

સ્પેશિયલ ટ્રેન માટે છે આ 3 પેકેજ 
1. ઇકોનોમી ક્લાસ (સ્લિપર ક્લાસ)-
આ પેકેજમાં 315 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 20,060 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને નોન એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને નોન એસી બસની સુવિધા આપવામાં આવશે.

2. સ્ટેન્ડર્ડ(થર્ડ ક્લાસ એસી)- આ પેકેજમાં 297 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 31,800 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને નોન એસી બસની સુવિધા આપવામાં આવશે.

3. કમફર્ટ (સેકન્ડ ક્લાસ એસી)- આ પેકેજમાં 44 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 41,600 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને એસી બસની સુવિધા આપવામાં આવશે. 

Topic | VTV Gujarati

ટુરિસ્ટ ટ્રેનના દરેક ક્લાસમાં મળશે શાકાહારી ભોજન 
રેલ્વે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જ્યોર્તિલિંગના દર્શન માટે ચલાવવામાં આવનારી આ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનમાં ત્રણ ક્લાસના શ્રદ્ધાળુઓને શાકાહારી ભોજન કરાવવામાં આવશે. આ ભારત ગૌરવ પર્યટન ટ્રેનથી જોડાયેલી વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર - 8595904074, 8595904077 પર કોલ કરી શકો છો અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પર જઇ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ