બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / indian railways fire breaks out in new delhi darbhanga express train in etawah sdlbs

રેલવે / ઈટાવામાં મોટી દુર્ઘટના: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, મુસાફરોએ બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ

Dinesh

Last Updated: 07:51 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Train Accident : નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, આ ઘટના ઈટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થઈ હોવાની વિગતો છે

  • રેલવમાં દૂર્ઘટનાઓનો સિલસિલો યથાવત
  • નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ
  • ટ્રેનમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા

ભારતીય રેલવમાં દૂર્ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઈટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થઈ હોવાની વિગતો સામે આવી છે. પાપ્ત જાણકારી મુજબ આ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ડબ્બો પૂર બળીને ખાખ થઈ ગયો હતો. અત્રે જણાવીએ કે, આ ટ્રેનમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા. જે દરમિયાન ટ્રેનમાં આગ લાગી ત્યારે લોકોએ કૂદીને તેમનું જીવ બચાવ્યો હતો. 

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
આ ટ્રેન દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે જોઈ દૂર્ઘટાની ભયાનક્તા વિચારી શકાય છે. આ દૂર્ઘટના ખૂબ જ ખતરનાક અને જીવલેવા હતી. સીપીઆરઓ અનુસાર સ્ટેશન માસ્ટરે સ્લીપર કોચમાં ધુમાડો જોયો હતો જ્યારે ટ્રેન ઈટાવા પહેલા સરાઈ ભૂપત સ્ટેશનથી પસાર થઈ રહી હતી. સ્ટેશન માસ્ટરે વોકી ટોકી દ્વારા ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ કરી અને ટ્રેન રોકાવી અને પાવર બંધ કરી દીધો હતો ત્યારબાદ મુસાફરોને સ્લીપર કોચમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ કોઈ જાન હાનીની માહિતી સામે આવી નથી. 

અગાઉ મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી
થોડા દિવસ અગાઉ તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો હતો. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ