બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / indian navy recruitment 2022 for fireman and other posts

Recruitment / ઇન્ડિયન નેવીમાં 100થી વધુ જગ્યાઓ પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો એપ્લાય

Premal

Last Updated: 06:52 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સુવર્ણ તક સામે આવી છે. ઈન્ડિયન નેવીએ 100થી વધુ ખાલી પડેલી જગ્યા પર યોગ્ય ઉમેદવારોની અરજી મંગાવી છે. આ ભરતી માટે અરજીની પ્રક્રિયા ઑફલાઈન થશે.

  • સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સુવર્ણ તક
  • ઈન્ડિયન નેવીએ 100થી ઉમેદવારો માટે અરજી મંગાવી
  • આ ભરતી માટે અરજીની પ્રક્રિયા ઑફલાઈન થશે

આટલા પદ પર છે ભરતી

ભરતીની જાહેરાત રોજગાર સમાચારમાં છાપવામાં આવી છે. જે પણ ઉમેદવાર આ ભરતીમાં સામેલ થવા માંગે છે, તે તેની અરજી નોટિફિકેશનમાં આપવામાં આવેલા ફોર્મેટ મુજબ કરી શકે છે. આ ભરતીના માધ્યમથી ઈન્ડિયન નેવી તરફથી 127 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને ફાર્માસિસ્ટ, ફાયરમેન અને પેસ્ટ કંટ્રોલ વર્કરના ખાલી સ્થાન પર ભરતી કરવામાં આવશે. ભરતીમાં સામેલ થવા માટે ઈચ્છા ધરાવતા અરજદાર જાહેરાત થયાના 60 દિવસ સુધી અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. યોગ્ય અને ઈચ્છા ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા તેની અરજી કરી લે. 

ભરતીની વિગત

ફાર્માસિસ્ટ માટે પદની સંખ્યા-1
ફાયરમેન માટે પદની સંખ્યા-120
પેસ્ટ કંટ્રોલ વર્કર માટે પદની સંખ્યા-6

શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર-મર્યાદા

આ ભરતી માટે અરજી કરનારા અરજદારો ન્યુનત્તમ દસમુ પાસની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ સાથે ઉમેદવારોની ઉંમરમર્યાદા મહત્તમ 56 વર્ષ હોવી જોઈએ.આ ભરતીમાં અરજદારોની પસંદગી  ફિટનેસ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવાર પોતાની અરજી નક્કી કરેલા ફોર્મેટમાં Flag Officer Commanding in Cheif, (for SO CP), Headquarters Western Naval Command, Ballad Pier, Near Tiger Gate, Mumbai - 400001 પર નિર્ધારિત સમયમાં મોકલી દે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Navy Recruitment 2022 government jobs jobs સરકારી નોકરી Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ