Indian Cricketer Murali Vijay Announces Retirement From All Form Of International Cricket
ક્રિકેટ સાથે અનાતો /
ટીમ ઈન્ડીયામાં મેળ નહીં આવે તેવું માનીને સ્ટાઈલિશ ઓપનરે કર્યું નિવૃતીનું એલાન, 5 વર્ષથી બેઠાબેઠ
Team VTV03:16 PM, 30 Jan 23
| Updated: 03:53 PM, 30 Jan 23
ટીમ ઈન્ડીયાના ટેસ્ટના ઓપનર મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરીને ચાહકોનો આભાર માન્યો છે.
ટીમ ઈન્ડીયામાંથી દૂર થયો વધુ એક ખેલાડી
ટેસ્ટના ઓપનર મુરલી વિજયે કરી નિવૃતીની જાહેરાત
ઈન્ટરનેશનલ ક્રિકેટને આપ્યો વિરામ
5 વર્ષથી ટીમ ઈન્ડીયામાં નહોતું મળતું સ્થાન
છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ રમ્યા વગર બેસી રહેલા ટેસ્ટના ખેલાડીને હવે એવું લાગતા કે ટીમમાં હવે મેળ નહીં પડે એવું માનીને તેણે સ્વૈચ્છાએ ક્રિકેટમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝ પહેલા સ્ટાઈલિશ ઓપનર મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 30 જાન્યુઆરીની બપોરે મુરલી વિજયે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી અને ચાહકોનો આભાર માન્યો હતો.
મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી
મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 3982 રન નોંધાયેલા છે. જેમાં તેણે 38.28ની એવરેજથી રન ફટકાર્યા હતા, જેમાં 12 સદી અને 15 અડધી સદી સામેલ છે. મુરલી વિજયે ભારત માટે 17 વન ડે અને 9 ટી-20 મેચ પણ રમી હતી.
Indian cricketer Murali Vijay announces retirement from all forms of International cricket. pic.twitter.com/EnqXcdatu3
2018માં રમ્યો હતો છેલ્લી ટેસ્ટ
મુરલી વિજયે 2008માં ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણે 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 38 વર્ષીય મુરલી વિજયની ગણતરી ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. 2018 પછી મુરલી વિજયને ટીમમાં લેવાયો નથી. પોતાનો મેળ નહીં પડે તેવું માનીને હવે તેણે નિવૃતી લેવાનું અનુકૂળ લાગ્યું.