India will join free trade with European Union says cabinet minister Piyush Goyal
કરાર /
RCEPમાં પીછેહઠ કરનાર ભારત હવે યુરોપ સામે કૂણું પડ્યું FTAમાં જોડાવા તૈયાર
Team VTV04:54 PM, 06 Nov 19
| Updated: 05:40 PM, 06 Nov 19
ભારત સરકાર દ્વારા RCEPમાં જોડાવવા માટે મનાઈ કર્યા બાદ કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે યુરોપિયન યુનિયનના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જોડાવવા મોટું નિવેદન આપ્યું છે. પીયુષ ગોયલે પત્રકારોને સંબોધિત કરતી વખતે કહ્યું કે આપણે યુરોપિયન સંઘ સાથે ફ્રી ટ્રેડમાં જોડાવવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેમાં રત્ન ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને એગ્રિકલ્ચર ઉદ્યોગમાં કરાર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
RCEPના એગ્રીમેન્ટ પર ભારતે ન કર્યા હસ્તાક્ષર
RCEPમાં જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા 10 દેશો સામેલ
હવે યુરોપિયન સંઘ સાથે ભારત ફ્રી ટ્રેડમાં જોડાશે
યુરોપિયન યુનિયનના FTAમાં જોડાશે ભારત?
હાલમાં ભારત સરકારે RCEPમાં જોડાવવાની ના પાડ્યા બાદ કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે અમે રત્ન, કાપડ અને ખેતી ઉદ્યોગ વધારવા માટે યુરોપિયન સંઘ સાથે કરાર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યું કે ભારતે યુરોપિયન સંઘ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જોડાવવું જોઈએ.સોમવારે ભારત શા માટે RCEPમાં ન જોડાયું તે વિષય પર પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં પીયુષ ગોયલે Regional Cooperative Comprehensive Economic Partnersgip (RCEP)માં ન જોડાવવાના કારણો જણાવ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે આપણે યુરોપિયન સંઘના FTAમાં જોડાવું જોઈએ.
કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલ
સરકારે કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંવાદ કરવો જોઈએ
જો ભારત RCEPમાં જોડાય તો ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનું પૂર આવી જાય તેવી સંભાવનાઓને જોતા ભારત સરકારે તેના પર હસ્તક્ષાર કરવા ના પાડી હતી. જોકે હવે ભારત સરકાર યુરોપ સાથે તેવા જ એગ્રીમેન્ટમાં જોડવા માટે રાજી છે તેવું કેન્દ્રિય મંત્રીએ કબુલ્યું છે. મંગળવારે ભારત સરકારે કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંવાદ કરવો જોઈએ.
વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ RCEPનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે RCEPને કારણે ભારતમાં સસ્તા ચાઇનીઝ પ્રોડક્ટ્સનું પૂર આવી જશે જેના લીધે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન અને બેરોજગારીનો સામનો કરવો પડશે.
RCEPમાં ASEANના 10 દેશો પણ છે
આપને જણાવી દઈએ કે RCEPમાં વેપાર વધારવા માટે 15 દેશો સામેલ છે જેમાં ભારતે જોડાવવા માટે ના પાડી હતી.આ ઉપરાંત ગોયલે કહ્યું કે અમે રોકાણ માટે RCEP સાથે લાંબી વાટાઘાટો કરી છે. RCEPમાં ASEANના 10 દેશો પણ છે, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો તેમાં સામેલ છે.