અમેરિકા તરફથી ભારતને ફરી મળી એક મોટી રાહત, ચાબહાર પોર્ટનું ચાલુ રહેશે કામ

By : vishal 08:16 PM, 07 November 2018 | Updated : 08:16 PM, 07 November 2018
અમેરિકા તરફથી ભારતને ફરી એક મોટી રાહત મળી છે. અમેરિકાના બદલાયેલા વલણના કારણે ઇરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધની અસર ચાબહાર પોર્ટ પર નહીં થાય. અમેરિકાએ કહ્યું કે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટનું કામ ભારત ચાલુ રાખે તો અમને કોઇ જ વાંધો નથી.

પરંતુ સાથે જ અમેરિકાએ શરત રાખી છે કે ચાબહારથી પ્રતિબંધિત સામાન ન લઇ જવામાં આવે. અમેરિકાએ અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે, જો ભારત ચાબહાર પોર્ટ પર કામ કરશે તો અફઘાનિસ્તાનને ફાયદો થશે.

ચાબહાર પોર્ટ ઇરાનમાં આવેલો છે. જ્યાં વર્ષ 2003માં વિકાસ કાર્ય કરવા માટે કરાર થયા હતા. કારણ કે, જો ચાબહાર પોર્ટ વિકસીત થશે તો ભારતને પાકિસ્તાનના રસ્તે થઇને સામાન નહીં લાવવું પડે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story