india can have 2 lakh cases daily in march says the experts here are the details
ચેતવણી /
નવા વેરિયન્ટને બેદરકારીથી ન લેતાં! નિષ્ણાંતોએ કહ્યું દેશમાં આ સમયે રોજના બે લાખ કોરોનાનાં કેસ આવશે
Team VTV09:05 AM, 02 Jan 22
| Updated: 09:06 AM, 02 Jan 22
નવા વર્ષમાં કોરોનાની સમસ્યાથી મુક્તિ મળે તેવી આશા છે પરંતુ ભારતમાં વધતી જતી બેદરકારીને પગલે નિષ્ણાંતોએ કહ્યું હતું કે બે મહિના બાદ ભારતમાં કદાચ રોજના 2 લાખ કેસ પણ નોંધાઈ શકે છે.
ઓમીક્રોનના પગલે નિષ્ણાંતોની આગાહી
ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં દર્દીઓની સંખ્યા ટોચ પર હશે
રોજ 2 લાખ કેસ આવે તેવી શક્યતા
ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન'ને કારણે દરરોજ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
1 જાન્યુઆરીએ, વર્ષના પ્રથમ દિવસે, દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 22,775 નવા કેસ નોંધાયા હતા, જે 6 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. હવે દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા પણ એક લાખને વટાવી ગઈ છે. આ સાથે, વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના 161 નવા કેસ સામે આવ્યા પછી, તેનાથી સંબંધિત કેસોની સંખ્યા વધીને 1431 થઈ ગઈ છે.
ફેબ્રુઆરી-માર્ચમાં 2 લાખ કેસ આવશે
કોરોનાની વધતી જતી ગતિને જોતા નિષ્ણાતોનું કહેવું છે કે ત્રીજી લહેર પહેલા જ દસ્તક આપી ચૂકી છે અને ઓમિક્રોને ડેલ્ટા વેરિઅન્ટને રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, નિષ્ણાતો એવું પણ માને છે કે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં, કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા તેની ટોચ પર હશે અને તે દરમિયાન દરરોજ આવતા કેસની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે.
કેન્દ્રએ રાજ્યોને તૈયાર રહેવા કહ્યું
2 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના પ્રથમ બે કેસ જાહેર થયા ત્યારથી આરોગ્ય મંત્રાલય મિશન મોડમાં કામ કરી રહ્યું છે. 15 ડિસેમ્બરની આસપાસ, દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા લગભગ 6000 હતી, પરંતુ હવે અચાનક કેસ ઝડપથી વધી ગયા છે. સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે કે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે, તેથી દરેકે તૈયાર રહેવાની જરૂર છે.
આરોગ્ય મંત્રાલયનો 'વોર રૂમ' ચોવીસ કલાક કાર્યરત છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમિતપણે સમગ્ર દેશમાં COVID-19, ઓમિક્રોનની સ્થિતિ અને હેલ્થ સિસ્ટમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠકો યોજી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નિષ્ણાત ટીમો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરે છે. તે દવાઓ અને વેન્ટિલેટરના સ્ટોક અને ઓક્સિજનની ઉપલબ્ધતા વિશે પણ પૂછપરછ કરે છે. આરોગ્ય મંત્રાલયનો 'વોર રૂમ' ચોવીસ કલાક કામ કરી રહ્યો છે અને તમામ ટ્રેન્ડ્સ અને ડેવલપમેન્ટનું વિશ્લેષણ કરી રહ્યું છે અને દેશભરમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આજે જ બોલાવી બેઠક
આજે આરોગ્યમંત્રી મનસુખ મંડવીયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજવાની જાહેરાત કરી છે જેમાં તમામ રાજ્યોનાં આરોગ્ય મંત્રીઓ વિડીયો કોન્ફરન્સથી હાજર રહેશે.
સ્વાસ્થ્ય મંત્રીની ચેતવણી મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય સચિવ પ્રદીપ વ્યાસ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જો આ જ પ્રકારે કોરોના કેસ વધતાં રહેશે તો જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં મહારાષ્ટ્રમાં સક્રીય કેસની સંખ્યા વધીને 2 લાખ સુધી પહોંચી શકે છે. તેઓનું કહેવું છે કે ત્રીજી લહેરમાં જો રાજ્યમાં 80 લાખ કોરોના કેસ થાય અને એમાંથી જો 1 ટકા પણ મૃત્યુ નોંધાય તો પણ 80 હજાર લોકોના મોત નોંધાય તેવી શક્યતા છે.
અત્યારે કશું કહી શકાય નહીં
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય સચિવે પત્રમાં કહ્યું છે કે કોરોનાના ત્રીજા વેવને લઈને સોશિયલ મીડિયામાં આપવામાં આવી રહેલી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરો. કોરોનાની ત્રીજી લહેર હળવી હશે કે તેના ગંભીર પરિણામો આવશે તે અત્યારે કહી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં આવતી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સલામતી, તકેદારી અને રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.