ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સોની ટેન 3, 4 અને સિક્સ પર થઇ રહ્યું છે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ઉપલબ્ધ છે.
ઇંગ્લેન્ડનો સ્કોર 284
ટીમ ઈન્ડિયાને 132 રનની લીડ
મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી
ઇંગ્લેન્ડનો સ્કોર 284
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાઇ રહી છે. ત્રીજા દિવસની રમતનું બીજું સત્ર ચાલી રહ્યું છે. ઇંગ્લેન્ડનો સ્કોર 284 એ સમેટાઈ ગયો છે. જોની બેયરસ્ટો સદી ફટકારીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ તેને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી મોહમ્મદ સિરાજે સ્ટુઅર્ટ બ્રોડને અને એસ બીલીન્ગ્સને પેવેલિયન મોકલી દીધા હતા. પહેલા સત્ર પર વરસાદની અસર થઈ હતી અને બીજા સત્રમાં પણ મેચમાં મોડું શરૂ થયું હતું. ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ઈંગ્લેન્ડે આક્રમકતા દર્શાવી હતી. બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ 65 રનની ભાગીદારી કરી હતી. શાર્દુલ ઠાકુરે તેને તોડી નાખી હતી. તેણે બેન સ્ટોક્સને પેવેલિયન મોકલ્યો હતો.
પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 84.5 ઓવરમાં 416 રન બનાવ્યા
અત્યાર સુધીમાં મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી છે. તે જ સમયે મોહમ્મદ સમી બે અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 84.5 ઓવરમાં 416 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઋષભ પંત (146) અને રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવી શાનદાર બેટિંગ કરી હતી. સુકાની જસપ્રિત બુમરાહે પણ માત્ર 16 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 35 રન સામેલ છે, જેમાંથી 29 રન તેના બેટમાંથી આવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે.