બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In this district of Gujarat, people rushed out of their houses in fear of hearing mysterious explosions

કૂતુહલ / ગુજરાતના આ જિલ્લામાં ભેદી ધડાકા સંભળાતા ભયનો માહોલ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Kiran

Last Updated: 04:42 PM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમવાથ જિલ્લામાં ફરી એકવાર ભેદી ધડાકા સંભળાતા હોવાનું સામે આવ્યું છે જેને લઈ લોકોમાં ભય અને કૂતુહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભેદી ધડા ભેદી ધડાકા
  • વેરાવળ, સોમનાથ, કોડીનાર સહીતના વિસ્તારોમાં થયા ધડાકા
  • ભુકંપની આશંકાએ લોકો ઘરની બહાર દોડી આવતા આવ્યા

ગીર સોમવાથ જિલ્લામાં ફરી એકવાર ભેદી ધડાકા સંભળાતા હોવાનું સામે આવ્યું છે જેને લઈ લોકોમાં ભય અને કૂતુહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે.  

ભેદી ધડાકા સંભળાતા ભયનો માહોલ  

ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા છે. ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કેટલાક લોકો તો ભૂકંપની આશંકા પણ સેવી રહ્યા છે ભૂકંપ થવાને લઈને ભેદી ધડાકા સંભળાતા હોય તેવું લોકો અમુમાન કરી રહ્યા છે કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા હતા. 

અગાઉ પણ સાંભળવા મળ્યા હતા ભેદી ધડાકા

મહત્વનું છે કે આ અગાઉ પણ ભેદી ધડાકા સંભળાયાની ઘટના સામે આવી હતી અગાઉ 3 માર્ચે જૂનાગઢ જિલ્લાના મજેવડી, વંથલીમાં ભેદી ધડાકા સંભળાયા હતા જેની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાવામા આવી હતી જે બાદ આ ઘટનાને લઈ તપાસ પણ હાથ ધરાઈ હતી જ્યારે ડિઝાસ્ટર વિભાગે પણ ભેદી ધડાકા સંભળાયા હોવાની વાત સ્વીકારતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે ફરી પાછા ભેદી ધડાકા સંભળાતા અનેક તર્ક વિર્તકો થઈ રહ્યા છે તેમજ લોકોમા ભય અને કૂતુહલ પણ સર્જાઈ રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hearing explosions gujarat mysterious કૂતુહલ ગુજરાત ભયનો માહોલ ભેદી ધડાકા mysterious explosions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ