In the last 24 hours in Gujarat, 36 cases were reported positive
થોડું સાચવજો /
છેલ્લા સપ્તાહની સરખામણીએ અમદાવાદમાં કોરોના કેસ થયા ડબલ, એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો
Team VTV10:46 PM, 23 Nov 21
| Updated: 10:48 PM, 23 Nov 21
અમદાવાદમાં 7 દિવસમાં કોરોનાના 64 કેસ,ગુજરાતમાં દિવાળી પહેલા સિંગલ ડિજિટમાં પણ આવવા લાગ્યા હતા કોરોના કેસ
રાજ્યમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. આજે કોરોનાને કારણે રાજ્યમાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. જયારે કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. રાજ્યમાં સૌથી વધુ નવા 17 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જયારે વડોદરામાં 6 કેસ, નવસારીમાં 3 કેસ, જામનગરમાં 3 કેસ અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં 2 કેસ અને ગીર સોમનાથ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયાછે.
છેલ્લા સપ્તાહના કોરોના કેસ ચિંતાજનક
તારીખ
23 નવેમ્બર
22 નવેમ્બર
21 નવેમ્બર
20 નવેમ્બર
19 નવેમ્બર
18 નવેમ્બર
ગુજરાત એક્ટિવ કેસ
319
309
315
323
331
312
અમદાવાદમાં કેસ
17
9
10
9
10
9
કુલ કેસ
36
25
30
36
36
44
રિકવરી રેટ અન્ય રાજ્ય કરતાં વધારે સારો
અત્યાર સુધીમાં રાજ્યમાં 8 લાખ 16 હજાર 856 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. આ સિવાય રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં 5.10 લાખ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અને અત્યાર સુધી રાજ્યમાં રસીના 7.79 કરોડથી વધુ ડોઝ અપાયા છે.