In the grip of Corona, the CM of this state was going to meet with PM Modi
BIG BREAKING /
દેશમાં આ રાજ્યના CM કોરોનાની ઝપેટમાં, PM મોદી સાથે થવા જઇ રહી હતી મુલાકાત
Team VTV11:29 AM, 19 Dec 22
| Updated: 11:31 AM, 19 Dec 22
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા મુખ્યમંત્રીને ગળામાં દુખાવો હતો, જેના પછી 18 ડિસેમ્બરે તેમના નમૂના લેવામાં આવ્યા અને આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને ગળામાં દુખાવો હતો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર મુખ્યમંત્રી સુખુને ગળામાં દુખાવો હતો, જેના પછી 18 ડિસેમ્બરે તેમના નમૂના લેવામાં આવ્યા હતા. સોમવારે રિપોર્ટ આવ્યા બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તરફ હવે એવું સામે આવ્યું છે કે, હવે મુખ્યમંત્રી સુખુ દિલ્હીના હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે. તેનો અર્થ એ છે કે, તે હવે વડાપ્રધાન મોદીને મળી શકશે નહીં તે સ્પષ્ટ છે.
Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu tests positive for #COVID19
નોંધનીય છે કે, જણાવી દઈએ કે સુખવિંદર સિંહ સુખુએ હાલમાં જ હિમાચલના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુખુ હિમાચલ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.