Team VTV07:22 PM, 01 Oct 21
| Updated: 07:23 PM, 01 Oct 21
સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની દિન-દહાડે નિર્મમ હત્યા.તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારયના CCTV આવ્યા સામે.પોલીસ તપાસ શરુ
સુરતના લીંબાયતમાં યુવકની હત્યા
તીક્ષ્ણ હથિયારથી ઉતારાયો મોતને ઘાટ
CCTVનાં આધારે પોલીસે શરુ કરી તપાસ
રાજ્યમાં પચરંગી મિજાજ ધરાવતી નગરી એટલે સુરત. કદાચ રાજ્યમાં સૌથી ઉંચો ક્રાઈમ રેટ સુરતમાં હોય તો નવાઈ નથી. આ શેરમાં દિન-દહાડે દુષ્કર્મ,હત્યા,ખૂં અને ચોરીના બનાવો વધુઈ રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવાયાની ઘટના સામે આવી છે.
યુવક કોણ ? હત્યા શા માટે ? પોલીસને પણ સવાલ
ઊંચા ક્રાઈમ રેટ ઘરાવતા સુરત શહેરના લિંબાયત વિસ્તારના ગીરીરાજનગરના ઔદ્યોગિક વિસ્તારમાં એક યુવકની હત્યાથી સનસનાટી મચી ગઈ છે.મારુતિનગર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારથી ધર્મેશ નામક શખ્સની હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવક કોણ હતો,ક્યાં રહેતો હતો અને હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની તપાસ પોલીસે નજીકમાંથી CCTV મેળવીને શરુ કરી છે.
પૈસા કે કોઈ છોકરીનું પ્રકરણ ?
સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર નજીક ઔધોગિક ઝોન છે જેમાં અસંખ્ય પરપ્રાંતીય લોકો રોજગારી મેળવે છે તેમાં ધર્મેશની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવાનું શું પ્રયોજન છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાથમિક મુદ્દે પૈસાની લેતી-દેતી કે કોઈ છોકરીનું પ્રકરણ છે એ દિશામાં તપાસ કરતા પોલીસે CCTVની બારીકીથી તપાસ શરુ કરી છે.