In Mahisagar, teachers sang Song to a car with a bottle of liquor
VIDEO /
હવે આ જ બાકી રહી ગયું'તું... મહીસાગરમાં શિક્ષકો દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમ્યા
Team VTV03:39 PM, 27 Jun 22
| Updated: 04:06 PM, 27 Jun 22
મહીસાગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો વીડિયો સામે આવ્યો છે.વીરપુર તા.પં.ના સભ્ય અને રિટાયર્ડ શિક્ષક હાથમાં દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમતા જોવા મળે છે.
મહીસાગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો વીડિયો સામે આવ્યો
શિક્ષક દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમતા શિક્ષકો
વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ જોવા મળ્યા
દારૂના નશામાં ધીંગામસ્તી કરતા આવા શિક્ષકો બાળકોનું શું ઘડતર કરશે?
શિક્ષણ જગતને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈ તમે પણ કહી ઉઠશો કે બસ હવે આ બાકી રહી ગયું હતું.મહીસાગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતે વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વીરપુર તાલુકા પંચાયતના સભ્ય અને રિટાયર્ડ શિક્ષક હાથમાં દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમતા જોવા મળે છે.જો કે, વીડિયો અંગે VTV ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી.
મહીસાગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો વીડિઓ
મહીસાગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો વીડિયો સામે આવ્યો છે.વીરપુર તાલુકા પંચાયતના સભ્ય અને રિટાયર્ડ શિક્ષક હાથમાં દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમતા જોવા મળે છે.આ વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ જોવા મળ્યા છે.બાળકોનું ઘડતર અને સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલ સાથે સભ્ય સમાજને શોભે નહીં તેવી હરકતો કરતા જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વીડિઓ ક્યાનો છે ? તે અંગે હજી કંઈ પણ જાણવા મળ્યું નથી. આમ એક પછી એક આવા વીડિયો છતાંય મહીસાગર પોલીસ નિંદ્રામાં જોવા મળી રહી છે.