બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Gujarat, Corona suddenly raised her head

મહામારી / ગુજરાતમાં કોરોનાએ અચાનક માથું ઊંચક્યું: ગાંધીનગરમાં 2 દિવસમાં 33 પોઝિટિવ, વડોદરાથી ચિંતાજનક સમાચાર

ParthB

Last Updated: 11:24 AM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિ.માં 33 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું.

  • ગાંધીનગર નેશનલ લૉ યુનિ.માં કોરોના વિસ્ફોટ
  • અત્યાર સુધી કુલ 33 વિદ્યાર્થીઓ કોરોના ગ્રસ્ત
  • ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટની દસ્તક 

ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ

ગાંધીનગર  ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 

તંત્ર દ્વારા યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી

ઉલ્લેખનીય છે કે,  રાજ્યમાં કોરોના કેસો નહીવત્ત નોંધાઇ રહ્યા છે. ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એકા એક કોરોના વિસ્ફોટ થતાં. આરોગ્યતંત્ર દોડતું થયું છે. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.  સમગ્ર નેશનલ લો યુનિવર્સિટી જાણે કે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત થઇ ચુકી છે.  

આ આંકડો હજી પણ વધી શકે છે 

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હાલ આશરે 1000 થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી છેલ્લા બે દિવસોમાં  35 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. તો વળી આ આંકડો હજી પણ વધી શકે છે.મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી શરદી ખાંસી અને તાવ આવી રહ્યો હતો. જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી દ્વારા તત્કાલ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાતા આંકડો આવ્યો તે જોઇને આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું. 

વડોદરાના ગોત્રીમાંથી નવો XE વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા 

બીજી તરફ  ગુજરાતમાં કોરોનાના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ હોવાના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાના ગોત્રીના એક શખ્સના 13 માર્ચે સેમ્પલ લેવાયા હતા.આ શખ્સના સેમ્પલમાં કોરોનાના નવા વેરિએન્ટ XEના લક્ષ્ણો જોવા મળ્યા છે.તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા ગુજરાતમાં XE વેરિએન્ટ મુદ્દે હજુ સુધી કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Gujarat National Law University gandhinagar gujarat કોરોના ગાંધીનગર ગુજરાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ