બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad, 8 areas will be closed after 10 pm

ચેતવણી / અમદાવાદમાં 8 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી આટલું રહેશે બંધ, કોરોના વધતાં તંત્રએ લીધો નિર્ણય

Shyam

Last Updated: 12:04 AM, 16 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પાલડી, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા સહિત 8 વોર્ડમાં ખાણી-પીણી બજાર બંધ રહેશે

 • શહેરમાં વધતા કોરોના મુદ્દે AMCનો નિર્ણય
 • રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ
 • 8 વોર્ડમાં ખાણી-પીણી સાથે અન્ય બજાર પણ બંધ રહેશે

ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.

અમદાવાદના 8 વોર્ડમાં શું શું બંધ રહેશે?

 1. મોલ
 2. શોરૂમ
 3. ટી સ્ટોલ
 4. ફરસાણની દુકાન
 5. કાપડની દુકાન
 6. પાનના ગલ્લા
 7. હેર સલૂન 
 8. સ્પા
 9. જીમ
 10. ક્લબ
 11. માણેકચોક ખાણીપીણી બજાર
 12. રાયપુર ખાણીપીણી બજાર

એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો 

રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4717 એક્ટિવ કેસ છે. તો હાલ 564 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.72 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4425 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 240 કેસ અને ગ્રામ્યમાં 22 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 205 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 76 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 79 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે.

ચૂંટણી બાદ કોરોનાના કેસ વધ્યા

મહત્વનું છે કે, દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ કોરોનાના કેસ વધ્યા છે. તો બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ પણ પડી મોંઘી શકે છે. મેચ જોવા 50 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં રાજ્યમાં 810 કેસ નોંધાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

AMC ahmedabad food market કોરોના ખાણી-પીણી બજાર ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ