In a boy of 7, a 60-year-old woman fled the house in love with a 22-year-old man
અજીબ પ્રેમ /
7 દીકરાની માતા અને 5 દીકરાની દાદીએ 22 વર્ષના યુવક સાથે એવું કર્યું કે દીકરાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા
Team VTV12:22 PM, 24 Jan 20
| Updated: 12:23 PM, 24 Jan 20
ઉતરપ્રદેશના આગ્રામાં એક 22 વર્ષીય યુવાન 60 વર્ષીય મહિલાના પ્રેમમાં ગળાડૂબ થયો અને બંને લગ્ન કરવા માટે અડગ છે. પરિવાર અને પોલીસ કર્મચારીના સમજાવવામાં આવતા હોવા છતાં બંને સમજતા નથી. જ્યારે યુવાન અને મહિલા ઘણી વાર ઘરેથી ફરાર થઈ જાય છે. પરંતુ હવે લગ્ન માટેની આજીજી કરી રહ્યાં છે.
22 વર્ષીય યુવાનના પ્રેમમાં પડી 60 વર્ષીય મહિલા
ઉતરપ્રદેશના પ્રકાશ્નાગરમાં ઘટના બની
બંને લગ્ન કરવા માટે અડગ
રોજ બરોજના સમાચારોમાં યુવક-યુવતી પ્રેમ કરતાં હોય અને ભાગી ગયા હોય તેવા કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાની આ ઘટના તો સૌ કોઈને અચંબિત કરી દે તેવી છે. આગ્રા જિલ્લા પોલીસને એવી અજીબો ગરીબ ફરિયાદ મળી કે 22 વર્ષના એક યુવકને 60 વર્ષની વૃદ્ધ મહિલા લઈને ભાગી ગઈ. એ પણ હાલ હમણાં જ આવી ઘટના સુરતમાં બની હતી જેમાં વેવાઈ વેવાણ ભાગી ગયા હતા.
ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાની એક ઘટના સામે આવી છે. જેમાં 22 વર્ષના એક યુવકને એવી મહિલા સાથે પ્રેમ થઈ ગયો કે જે સાત છોકરાની માં અને 5 છોકરાની દાદી છે. આ મહિલાની ઉંમર 60 વર્ષ છે.
ઘટના ઉતરપ્રદેશના પ્રકાશનગરની છે. આ ઘટના સમયે જ્યારે મહિલાના પતિ અને દીકરો જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોચ્યાં ત્યારે યુવક પણ તેમના પરિવાર સાથે પહોચી ગયો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.
પોલીસ સ્ટેશનમાં જ 60 વર્ષીય મહિલા અને યુવક લગ્ન કરવાની વાત કરવા લાગ્યા. બંનેના પરિવારે બંને સમજાવવાના પ્રયાસ કર્યા. અંતે પોલીસ કર્મચારીએ પણ સમજાવ્યા પણ સમજ્યા નહીં.
ત્યારબાદ પોલીસે યુવક પર શાંતિ ભંગ કરવા બાબતે એફાઈઆર નોંધી હતી.