ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / Important statement of former CM Vijay Rupani about contesting Gujarat assembly elections
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી રહેશે કારણ કે AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. જો કે હજુ ભાજપમાં ચૂંટણી લડવા અંગે કોણ કોણ મેદાને ઉતરશે તે વિશે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ત્યારે શું ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આ વખતે ચૂંટણી લડશે ખરા ? આવો જાણીએ.
પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશુંઃ રૂપાણી
ADVERTISEMENT
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આ વખતે વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. હું ભાજપનો કાર્યકર છું પાર્ટીની જીત થાય તે માટે કામ કરીશું. પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશું. નહિ લડાવે તો નહી લડીએ.
ADVERTISEMENT
સીએમ રૂપાણીએ અંબાજીમાં કર્યા દર્શન
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આજે અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. સપરિવાર સાથે તેઓ મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં માતાજીની પૂજા અર્ચના કરીને મા અંબાના ચરણોમાં શિષ ઝુકાવ્યું. વિજય રૂપાણી ગુજરાતની જનતાની સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓને આગામી ચૂંટણી લડવા પર સવાલ કરતા તેમણે જણાવ્યુ હતું તે જો પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું.
સંકળાયેલા મુદ્દાઓ