બ્રેકિંગ ન્યુઝ
VTV / IMD forecast monsoon to hit kerala on 6th june will be delayed by five days
vtvAdmin
Last Updated: 02:50 PM, 15 May 2019
ADVERTISEMENT
વાતાવરણની ખાનગી જાણકારી આપનારી સંસ્થા સ્કાઇમેટ બાદ હવે બુધવારનાં રોજ હવામાન વિભાગે પણ ચોમાસાનું અનુમાન વ્યક્ત કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, આ વખતે ચોમાસું કેરલમાં 6 જૂનનાં રોજ દસ્તક દેશે.
હવામાન વિભાગે કહ્યું કે, આ વખતે ચોમાસું મોડેકથી આવવાની સંભાવના છે. આ વખતે 6 જૂનનાં રોજ કેરલમાં દસ્તક દેશે. જો કે આમાં ચાર દિવસનું કદાચ વધારે મોડું થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 1 જૂનનાં રોજ ચોમાસું કેરલમાં દસ્તક દઇ છે. જ્યારે આ વખતે હવામાન વિભાગનાં કહેવા અનુસાર આની શરૂઆતમાં જ પાંચ દિવસનું મોડું થાય તેવી સંભાવના છે.
ADVERTISEMENT
અંડમાન પહોંચવામાં થશે મોડું:
હવામાન વિભાગનું કહેવું એમ છે કે દક્ષિણ પૂર્વ ચોમાસું આ વખતે અંડમાન-નિકોબાર પણ થોડુંક મોડું પહોંચશે. અહીંયા 18-19મે સુધીમાં પહોંચવાની સંભાવના છે. આવું એટલાં માટે કેમ કે બંગાળની ખાડી અને અંડમાન સાગરમાં ચોમાસુ થોડુંક મોડું થશે.
સ્કાઇમેટની આગાહીઃ
મળતી માહિતી મુજબ વરસાદ પર અલનીનોની અસર થવાની શક્યતાઓ જોવાં મળી રહી છે. જેને લઈને સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે સ્કાઇમેટની આગાહી મુજબ આ વર્ષે સામાન્યથી 93 ટકા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. જ્યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં પણ સાર વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે બિહાર અને ઝારખંડમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં સારા વરસાદની આશા છે, તો મધ્ય ભારતમાં 91% વરસાદ અને પૂર્વીય ભારતમાં 92% વરસાદની આગાહી કરવામાં આવી છે.
અલનીનોની અસરઃ
સમુદ્રી હવાઓનો રૂખ બદલાઇ જાય છે. વરસાદવાળા ક્ષેત્રોમાં વરસાદ નથી થતો, આનાંથી ઉલ્ટા જે વિસ્તારોમાં વરસાદ નથી થતો તે મૂસળાધાર વરસાદ થાય છે.
જૂનનાં અંતિમમાં દિલ્હીમાં આગમનઃ
આ વર્ષે દિલ્હી-એનસીઆર, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ચંદીગઢમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જેને લઇને લોકોને ગરમીથી કંઇક રાહત મળવાનાં આસાર છે. ચોમાસુનાં વરસાદની અસર જૂન અને જુલાઇમાં અધિક દેખાશે. દિલ્હી-એનસીઆરમાં 29 જૂનની નજીક ચોમાસાનું આગમન થશે. જ્યાર બાદ લોકોને ગરમીથી રાહત મળવાનાં એંધાણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.