બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક કરતા વધારે ખાતા રાખવાથી ગ્રાહકોને ઘણી સમસ્યાઓ અને નુકસાન થાય છે. આ સાથે જ છેતરપિંડીની સંભાવના પણ વધે છે કારણ કે તમારી પાસે જેટલા વધુ ખાતા હશે જોખમ પણ વધારે રહેશે. આ સાથે તમારે મિનિમમબેલેન્સ રાખવાનું ટેન્શન પણ રહેશે. ચાલો તમને જણાવીએ કયા નુકસાન થાય છે.
ઘણી બેંકોમાં ખાતું હોવાને કારણે તમને ટેક્સ ભરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તેમાં તમારા દરેક બેંક એકાઉન્ટથી સંબંધિત માહિતી આપવી પડશે.
ADVERTISEMENT
સેવિંગ ખાતામાં બદલાતાની સાથે જ તે ખાતા માટે બેંકના નિયમો પણ બદલાઇ જાય છે. આ નિયમો અનુસાર મિનિમમ રકમ ખાતામાં રાખવી પડે છે અને જો તમે આ રકમ નહીં રાખો તો બેંકો પેનલ્ટી વસૂલ કરે છે અને ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે.
હાલના સમયમાં લોકો વારંવાર નોકરીઓ બદલતા હોય છે, આવી સ્થિતિમાં દરેક સંસ્થા પોતાની રીતે સેલરી એકાઉન્ટ ખોલે છે. તેથી પાછલી કંપની સાથેનું ખાતું લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. કોઈપણ પગાર ખાતામાં ત્રણ મહિના સુધી પગાર ન આવે તો એવા કિસ્સામાં તે આપમેળે બચત ખાતામાં ફેરવાઈ જાય છે.
ADVERTISEMENT
આ સાથે બધાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ મૂકવા પણ ખૂબ જ કંટાળાજનક કામ બની જાય છે. જો તમે નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમે પૈસા પણ ગુમાવી શકો છો. ધારો કે તમારી પાસે ચાર બેંક ખાતા છે જેમાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા હોવા જોઈએ.
આના પર તમને વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળશે. આ હિસાબથી તમને લગભગ 1600 રૂપિયાનું વ્યાજ મળશે. હવે જો તમે બધાં ખાતા બંધ કરો અને આ જ રકમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો અહીં તમને ઓછામાં ઓછા 10 ટકા રિટર્ન મળી શકે છે.
ADVERTISEMENT
એકાઉન્ટ બંધ કરવા માટેનું ફોર્મ ભરો
ADVERTISEMENT
એકાઉન્ટ બંધ થવાનો ચાર્જ કેટલો છે?
ખાતું ખોલ્યાના 14 દિવસની અંદર બંધ કરવા પર બેંકો કોઈ ચાર્જ લેતી નથી. જો તમે એક વર્ષ પૂરું થતાં પહેલાં એકાઉન્ટ બંધ કરો છો, તો તમારે એકાઉન્ટ ક્લોઝર ચાર્જ ચૂકવવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ કરતા વધુ જૂનું ખાતું બંધ કરવા માટે ક્લોઝર ચાર્જ લેવામાં આવતો નથી.
ADVERTISEMENT
છેતરપિંડી થવાની સંભાવના
ઘણી બેંકોમાં ખાતું હોવું એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારું નથી. દરેક વ્યક્તિ નેટ બેન્કિંગ દ્વારા ખાતું ચલાવે છે. આવી સ્થિતિમાં દરેકના પાસવર્ડને યાદ રાખવું ખૂબ મુશ્કેલ કામ છે. જો તમે નિષ્ક્રિય એકાઉન્ટનો ઉપયોગ કરતા નથી, તો તેમાં છેતરપિંડી થવાની સંભાવના ઘણી વધારે છે, કારણ કે તમે લાંબા સમય સુધી તેનો પાસવર્ડ બદલતા નથી. આનાથી બચવા એકાઉન્ટ બંધ કરો અને તેનું નેટ બેંકિંગ ડિલિટ કરી નાંખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.