બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If there is a signal of two numbers, it will be alert: Know the meaning of the signal at the port of Gujarat

બિપોરજોય વાવાઝોડું / 11 નંબરનું સિગ્નલ એટલે પરિસ્થિતિ અત્યંત ભયજનક, બે નંબરનું સિગ્નલ હોય એટલે થઈ જવું ઍલર્ટ: જાણો ગુજરાતનાં બંદર પર લાગતાં સિગ્નલના અર્થ

Priyakant

Last Updated: 12:01 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone In Gujarat News: બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર, ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી, આજે આપણે જાણીશું બંદર ઉપર લગાવવામાં આવેલ અલગ-અલગ સિગ્નલો વિશે

 • બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર
 • ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી
 • ગુજરાતના બંદરો પર હાલ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું
 • આજે જાણીશું ગુજરાતનાં બંદર પર લાગતાં સિગ્નલના અર્થ

બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે. આ તરફ હવે ગુજરાતના બંદરો પર હાલ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 

ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વાવાઝોડાનો ખતરો હોય ત્યારે બંદરો ઉપર અલગ-અલગ નંબરના સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. જોકે હાલ બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાઈ છે. આજે આપણે જાણીશું બંદર ઉપર લગાવવામાં આવેલ અલગ-અલગ સિગ્નલો વિશે. 

બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે

 • 1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
 • 2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે
 • 3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
 • 4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
 • 5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
 • 6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
 • 7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
 • 8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
 • 9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે
 • 10-નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે
 • 11-નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Cyclone In Gujarat બંદર પર સિગ્નલ બિપોરજોય બિપોરજોય વાવાઝોડું બે નંબરનું સિગ્નલ સિગ્નલ Biporjoy Cyclone In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ